Vadodara

પાલિકા દ્વારા લાલબાગ બ્રિજ નીચે શ્રમજીવીઓના આશ્રય પર અચાનક બુલડોઝર

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે વસાહત કરેલા શ્રમજીવી કુટુંબોને તાત્કાલિક સ્થળ ખાલી કરવાની સૂચના અપાઈ છે. દબાણ શાખાની ટીમે આજે સવારે કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે અચાનક ગભરાટનો માહોલ સર્જાયો હતો.

માહિતી મુજબ, શહેર પોલીસ સાથે સંકલન કરીને દબાણ શાખાની ટીમ લાલબાગ બ્રિજ વિસ્તારમાં પહોંચી હતી. બ્રિજ નીચે લાંબા સમયથી શ્રમજીવી પરિવારો ઝુંપડાં બનાવીને રહેતાં હતાં. આ અંગે સતત ફરિયાદો મળતા તથા ટ્રાફિક સલામતીને લઈ જોખમની શક્યતાઓ દેખાતા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં છે.
અચાનક કાર્યવાહી થતા મહીલા, બાળકો સહિતના શ્રમજીવીઓએ અવ્યવસ્થિત પરિસ્થિતિ વચ્ચે પોતાનું ઘરેલું સામાન ઊંચકવાનો થતી હેરાનગતિ વ્યક્ત કરી હતી. નાના બાળકો સાથે વૃદ્ધો પણ આ ગરબડમાં રસ્તા પર આવી ગયા હતાં. આ દરમ્યાન માનવતા નજરે ન આવતા, દબાણ શાખાના અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં ઝુંપડાં હોવાને કારણે માર્ગવ્યવસ્થા પર અસર થતી હતી. સાથે સાથે હંમેશાં અકસ્માત અને અગ્નિકાંડનો ભય રહેતો હોય કાર્યવાહી જરૂરી હતી. નાગરિકોનો સવાલ છે કે તાત્કાલિક હટાવાયેલી આ કુટુંબોને ક્યાં પુન:સ્થાપિત કરાશે અને તેમના રોજગાર-જીવનની વ્યવસ્થા કોણ કરશે?
આવી અચાનક કાર્યવાહીથી અનેક લોકોનું કહેવું છે કે આ પ્રકારની પગલાં ફરજિયાત હોય તો પણ તેમને વિકલ્પ રૂપે પુનર્વસનનું સ્થાન આપવું જરૂરી છે. વગર કોઈ પૂર્વ નોટિસ શ્રમજીવીઓને હટાવી દેવાથી માનવતાના હક્કોનું હનન થયો છે.
હાલ તંત્ર માત્ર એ દલીલ કરી રહ્યું છે કે લાલબાગ બ્રિજ નીચેની ઝુંપડપટ્ટી ખાલી કરાવવી જરૂરી હતી. આગલા દિવસોમાં આવા સ્થળોએ વસાહત કરનારાઓ સામે પણ પગલાં લેવાશે એવો સંકેત તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.

Most Popular

To Top