પોતાના જૂનિયર વકીલની ની પત્ની પર દુષ્કર્મ આચર્યું હોવાના ગુનામાં આરોપી સિનિયર એડવોકેટને સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયો
શનિવારે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે સિનિયર એડવોકેટને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો
(પ્રતિનિધિ) વડોદરા તા.13
શહેરના આજવારોડ ખાતે પરિવાર સાથે રહેતા સિનિયર એડવોકેટ દ્વારા પોતાના જન્મદિવસની પાર્ટી દરમિયાન પોતાના જૂનિયર વકીલને બાઇટીગના પેકેટ લેવા માટે મોકલી તેની પત્નીને કોલ્ડ ડ્રીંક્સમા શરાબ પીવડાવી કેક લેવા જવાના બહાને નીચેના રૂમમાં લઈ જ ઇ લોભ લાલચ, ધમકી આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાની બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે બાપોદ પોલીસ દ્વારા સિનિયર એડવોકેટ ની ધરપકડ કરવામાં આવી હતી જેઓને શનિવારે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે સિનિયર એડવોકેટ ને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કરતાં એડવોકેટને મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો છે.
શહેરના આજવા રોડ ખાતેની એક સોસાયટીમા રહેતા એડવોકેટ ભુપેન્દ્ર પ્રજાપતિએ ગત 27 જૂનના રોજ પોતાના જન્મદિનની પાર્ટીનુ આયોજન કર્યું હતુ.જેમા તેમના જુનિયર વકીલના પત્ની સહિતના મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતુ. સિનિયર એડવોકેટ ના મકાનના અગાશી પર જન્મદિવસ ની પાર્ટી રાખવામાં આવી હતી જેમાં ઉપસ્થિત તમામ મહેમાનો માટે શરાબની મહેફિલ પણ યોજવામાં આવી હતી પાર્ટી ચાલતી હતી તે દરમિયાન બાઈટિંગ ખૂટી ગયું હતું. ત્યારે સિનિયર એડવોકેટ ભુપેન્દ્ર પ્રજાપતિએ તેના મિત્ર રવિ નવાડેને બાઈટીંગના પેકેટ લેવા જવા માટે કહયુ હતુ. સાથે જ જુનિયર વકીલોને પણ સાથે બાઇટિગ લેવા મોકલ્યો હતો તે દરમિયાન જૂનિયર એડવોકેટ ની પત્ની ટેરેસની સીડીઓ ઉપર બેઠા હતા ત્યારે ભુપેન્દ્ર પ્રજાપતિ તેમની પાસે આવ્યો હતો અને પોતાના જન્મદિવસની પાર્ટીમં કોલ્ડ ડ્રીંક્સમા શરાબ જબરદસ્તીથી પીવડાવ્યો હતો. ત્યારબાદ કેક લેવા જવાના બહાને નીચેના રુમમા લઈ જઈને મહીલા સાથે શારીરિક અપલાં કરી જન્મદિવસની ગિફ્ટ તેમજ ત્રણ લાખ રૂપિયા આપવાના છે તેના બદલામાં મહિલાને તેની સાથે શરીર સંબંધ બાંધવા પડશે તેમ જણાવ્યું હતું.અને
જો શરીર સંબંધ નહીં બાંધે તો તારા પતિને કામ નહીં અપાવુ અને તારા પતિ પર ખોટો રેપનો કેસ કરી ફસાવી જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી હતી.જેથી મહિલા ગભરાઈ ગઈ હતી ત્યારે સિનિયર એડવોકેટ ભુપેન્દ્ર પ્રજાપતિએ મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું.પોતાના ઘરે ગયા બાદ મહિલાએ તેમના વકીલ પતિને આ બાબતે જાણ કરી હતી. જેથી મહિલાએ બાબતે બાપોદ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે એડવોકેટ ભુપેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કરી હતી બાપોદ પોલીસે મહિલાનું મેડિકલ કરાવ્યું હતું. જ્યારે આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈને સમગ્ર કેસમાં પુરાવા એકત્ર કરવા માટે પંચનામુ કરાયું હતું. ત્યારબાદ પોલીસે આરોપીનું પણ મેડિકલ કરાવ્યું હતું. આરોપી સિનિયર એડવોકેટ ભૂપેન્દ્ર પ્રજાપતિ ને શનિવારે પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે એડવોકેટ ને મધ્યસ્થ જેલમાં મોકલી આપવાનો હૂકમ કરતા પોલીસે એડવોકેટ ભૂપેન્દ્ર પ્રજાપતિ ને મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.