જીઈબીએ વીજ સપ્લાય બંધ કર્યા બાદ ફાયરબ્રિગેડે આગ બુઝાવી :
નાડીયાવાસમાં ટ્રાન્સફોર્મરના વીજ વાયરો સળગતા લોકોમાં ફફડાટ :
( પ્રતિનિધી )વડોદરા,તા.13
વડોદરા શહેરના બકરાવાડીમાં આવેલા નાડીયા વાસમાં જીઇબીના બીજ ટ્રાન્સફોર્મરમાં વાયરોમાં આગ લાગતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ સંભાળી લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

વડોદરા શહેરના બકરાવાડી ખાતે નાડીયાવાસ પાસે જીઈબીના ટ્રાન્સફોર્મરની લાઈનમાં એકાએક આગ લાગતા ફાયર વિભાગના કર્મચારીઓએ પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, બરાનપુરા પાસે મીટરમાં આગ લાગી છે. જેથી ત્વરિત ફાયર વિભાગ ઘટના સ્થળ પહોંચ્યું હતું. જ્યાં જીઈબીના ટ્રાન્સફોર્મરમાંથી પસાર થતો વાયર સળગતો જોવા મળ્યો હતો. પહેલા જીઇબીના કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને લાઈન બંધ કરી દીધી હતી. જે બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડના કર્મચારીએ જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી કે, બકરાવાડી નાડીયાવાસ જ્યાં રાઠોડ ભાઈ કરીને છે, તેમના મીટરમાં આગ લાગી છે. અહીં આવીને જોયું તો ટ્રાન્સફોર્મરમાં આગ હતી. અમારી પહેલા જીઇબીવાળા આવી ગયા હતા. જેમણે સપ્લાય બંધ કરી દીધો હતો અને જે વાયરોનું ઇન્સ્યુલેશન સળગી રહ્યું હતું. જેને પાણીનો મારો ચલાવીને ઓલવી નાખ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.