વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી પરિણીત મહિલા પોતાના પતિ સાથે અણબનાવ થતા અલગ રહેતી હતી અને કેટરિંગનું કામ પણ કરતી હતી. દરમિયાન યુવતી સાથે કામ કરતાં કરજણ તાલુકાના યુવક સાથે મિત્રતા થતા તેની સાથે સતત ફોન પર કોલ તથા મેસેજથી વાતો કરતી હોય આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. તેથી યુવક મહિલાને મળવા માટે આવતો હતો ત્યારે તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધતો હતો. જેથી આ વારંવાર શરીર સંબંધની માંગણીથી મહિલા કંટાળી ગઈ હોય પ્રતિકાર કરવા છતાં યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મિને ઝડપી પાડ્યો છે.
માંજલપુર વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન થઈ ગયા છે, પરંતુ પતિ સાથે કોઈ અણબનાવ થવાના મહિલા પતિથી અલગ રહેતી હતી. છેલ્લા કેટલાક સમયથી મહિલા કેટરિંગનું કામ કરવા માટે જતી હતી. ત્યારે તેની સાથે કામ કરજણ તાલુકાના ખેરડા ગામે રહેતો પ્રતિક પટેલ ઉર્ફે ઇકબાલ રસુલ પરમાર પણ કામ કરવા માટે આવતો હતો. પ્રતિક ઉર્ફે ઈકબાલ પરિણિત છે. દરમિયાન આ પરિણીત યુવકે મહિલા સાથે મિત્ર કેળવી હતી. જેથી બંને એકબીજા સાથે ફોન પર કોલ તથા મેસેજથી વાતો કરતા હોય આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જેથી યુવક મહિલાને અવાર નવાર તેને મળવા માટે તેણીના ઘરે આવતો હતો ત્યારે યુવકે એક દિવસ શરીર સબંધ બાંધવા દેવા માંગણી કરી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ તો યુવક જ્યારે તેના ઘરે મળવા માટે આવતો હતો ત્યારે શરીર સંબંધ બાંધતો હતો. વારંવાર શરીર સંબંધ બાંધવાની માંગણીથી મહિલા કંટાળી ગઈ હોય તેના પ્રતિકાર કરવા છતાં યુવક માન્યો ન હતો અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જેથી મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રતીક પટેલ ઉર્ફે ઈકબાલ પરમારને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.