Kapadvanj

કપડવંજ: મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી કરનારાઓને ત્યાં દરોડા

કપડવંજ: મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ફીડરો પર વધારે લોસ આવતા હોવાથી તેમના વીજલોસ ઘટાડવા ગેરકાયદેસર વીજચોરી કરનાર વીજચોરોને પકડી પાડવા માટે વર્તુળ અને વિભાગીય કચેરીના અધિકારીના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટિમો બનાવીને દરોડા પાડવામાં આવ્યાં હતા.

કપડવંજ તાલુકામાં કપડવંજ પેટા વિભાગીય કચેરીના ગાડીયારા, તથલી, અંકાલઈ, કોસમ,ધોળાકુવા,કલાજી,અલવા,કોટવાળના મુવાડા,મેનપુરા,વ્યાસજીના મુવાડા,વ્યાસ વાસણા, ભેજલી ,ભુગડિયા, બેટાવાળા,ઝંડા,માંડવના મુવાડા,અબોચ, રધાજીના મુવાડા, લાલમાંડવા, ભોજાના મુવાડા,શિહોરા, હમીરપુરા,કેવડિયાવગેરે ગામોમાં વીજ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તેમાં 34 જેટલા વીજ ચોરોને ઝડપી પાડયા હતા. આ વીજચોરીનો આશરે 4 લાખ રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો.જેના લીધે વીજચોરો માં વ્યાપક ફફડાટ વ્યાપી ગયો છે.

Most Popular

To Top