દાહોદ તા 11
દાહોદમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા દરમિયાન 20 લાખ રૂપિયાનું એમ ડી ડ્રગ્સ ઝડપી પડાયું છે. smc એટલે કે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે દાહોદના બસ સ્ટેશન કે કે સર્જીકલ હોસ્પિટલના નજીકના વિસ્તારમાંથી બાતમીના આધારે હેરાફેરી દરમિયાન 204.960 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેમાં મધ્યપ્રદેશના રતલામ ગામના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મુખ્ય આરોપીનું નામ મકબુલ મતલુબ કુરેશી રહેવાસી હરિજાન બસ્તી કસાઈ મંડી મોચીપુરા રતલામ અને અન્ય બીજો આરોપી અનસઅલી અનવરઅલી સૈયદ રહેવાસી કનીપુરા દાઉદ ખાન ગ્રોસરી સ્ટોર પાસે રતલામ મધ્યપ્રદેશ છે.

આ બન્ને લોકો મધ્યપ્રદેશ પારસીંગની MP 43 ZB 0405 નંબરની ગાડીમાં 204.960 ગ્રામની વજનનું એમડી ડ્રગ્સ ગુજરાતમાં ક્યાંક લઈ જઈ રહ્યા હતા, ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી અને બાતમીના આધારે વોચ દરમિયાન એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે. 20, 49, 600 રૂપિયાની કિંમતનો એમડી ડ્રગ્સ 15 હજારની કિંમતના 3 મોબાઈલ, 9800 રૂપીયા રોકડા અને ફોર વ્હીલર ગાડીની કિંમત 5 લાખ મળી મળી smc ની ટીમે 25,74, 400 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસ આ એમડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તેની તપાસમાં પોલીસ જોતરાઈ છે અને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જયારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
રાજસ્થાનના પ્રતાપગઢ વિસ્તારનો રહેવાસી લાલા પઠાણ કે જે સપ્લાયર તરીકે જાહેર કરાયો છે. તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને દાહોદના બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે દાહોદમાં smc ની ટીમના દરોડાને લઈ ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.