Vadodara

હરણી કૃત્રિમ તળાવમાંથી ચાર ફૂટના મગરનું રેસ્ક્યુ, વનવિભાગ લઈ જવાયો

( પ્રતિનિધી )વડોદરા,તા.8
હરણી પાસે આવેલા કુત્રિમ તળાવમાંથી ચાર ફૂટના મગરનું રેસ્ક્યું કરાયું હતું. ગણેશ વિસર્જનના દિવસે જ તળાવમાં મગર જોવા મળ્યો હતો. મગર દેખાતા વિસ્તારના લોકોએ જાણ કરતા પ્રાણી પ્રેમી સંસ્થાની રેસ્ક્યુ ટીમ કામે લાગી હતી. ત્યારે, ચાર ફૂટના મગરને તળાવમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કરાયેલા મગરને વન વિભાગમાં લઈ જવાયો હતો.

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે. દર વર્ષે ચોમાસામાં રહેણાંક વિસ્તારોમાં મગરો નીકળવાની અનેક ઘટનાઓ બની ગઈ છે. આ વર્ષે મગરો એ રહેણાંક વિસ્તારમાં દેખા દીધી હોય તેવી નહીંવંત ઘટના છે.

જોકે આ વખતે પાલિકા દ્વારા બનાવેલા કુત્રિમ તળાવમાં મગરે દેખા દીધી હતી. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા તળાવમાં મગર દેખાતા સ્થાનિક દ્વારા આ બાબતની જાણ પ્રાણીપ્રેમી સંસ્થાને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો ઘટના સ્થળે દોડી ગયા હતા.

જ્યાં તળાવમાં એક ચાર ફૂટનો મગર નજરે પડ્યો હતો. જેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે મગર બાબતેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ પણ ખાસ વાન સાથે હરણી તળાવ ખાતે પહોંચી હતી.

જ્યાં મગરને પાંજરે પુરી વન વિભાગની નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. જે બાદ તેને તેના અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે. નોંધનીય છે કે, ગણેશ વિસર્જનના દિવસે જ આ તળાવમાં મગર જોવા મળ્યો હતો. જે બાદ આજે આ મગર દેખાતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top