Vadodara

ઉંડેરા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, જેસીબીની મદદથી રાહતકાર્ય શરુ કરાયું

વડોદરા: રાજ્યમાં તથા ઉપરવાસમાં છેલ્લા ચોવીસ કલાક થી સતત વરસાદને પગલે હવે ઠેરઠેર નદી નાળા તળાવો સહિત જળાશયો છલકાઈ રહ્યા છે.શહેરમા વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે તદ્પરાંત આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર તથા દેવ,ઢાઢર નદી સહિત ઉફાન પર છે ત્યારે બીજી તરફ શહેરમાં કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજ પણ ચોક અપ થઇ રહી છે. વરસાદના પાણી સહિત જળાશયોના પાણી હવે કેટલાક વિસ્તારોમાં પ્રવેશતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં ઉંડેરા વિસ્તારમાં રવિવારે સાંજે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

જેમાં રોડ રસ્તાઓ તથા સોસાયટી સહિત દુકાનો અને મકાનોમાં પાણી ઘુસી જતા જેસીબીની મદદથી રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top