લુણાવાડા: મહીસાગર જિલ્લાના સંતરામપુરના માનગઢ પાસે ભૂસ્ખલનની ઘટના બની હતી. સંતરામપુરના માનગઢ ખાતે જવાના રસ્તા પર ભમરીકુંડાથી રાજસ્થાન તરફ જતા એક ડુંગર એકાએક નીચે ધસી આવ્યો હતો તે દરમિયાન રસ્તા ઉપર ડુંગરના પત્થર સહિત માટી ધસી આવતા એક કાર દબાઈ ગઈ હતી.
માનગઢ અને ભમરી કુંડા પાસે આવેલા ડુંગરો નજીકની આ ઘટના બની હતી. મહિસાગરના સંતરામપુર તાલુકામાં
ધીમીધારે વરસતા વરસાદના કારણે માટી સહિત પથ્થરો નીચે આવી જતા ભૂસ્ખલન થયું હતું. કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઇજાઓ થઈ નથી.