

આજે અનંત ચતુર્થીએ ભક્તો શ્રીજીનું વિસર્જન કરી તેમને ભાવભીની વિદાય આપી રહ્યા છે ત્યારે આ અનેરા અવસરે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા દશામાં કૃત્રિમ તળાવ ખાતે યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે દ્વારા ગણેશ ભક્તોને 21000 ઉપરાંત ચોખ્ખા ઘીના લાડુના વિતરણનો આયોજન કરવામાં આવ્યું હતું. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ સેવામાં જોડાઈ હતી આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે , પોલીસ કમિશનર નરસિંહ કોમાર ,વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે તથા અન્ય આગેવાનો જોડાયા હતા મોટી સંખ્યામાં ભક્તોએ પણ લાડુને પ્રસાદીનો લાભ લીધો હતો.