
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા તળાવો ખાતે આજે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સવારથી સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2069 પ્રતિમાનું વિસર્જન નોંધાયું છે.

પૂર્વ ઝોનમાં
લેપ્રસી મેદાન સ્થિત કૃત્રિમ તળાવ ખાતે 56
ખોડીયારનગર ચાર રસ્તા સ્થિત કૃત્રિમ તળાવ ખાતે 150
કિશનવાડી તળાવ ખાતે 87
પશ્ચિમ ઝોનમાં
દશામાં તળાવ ખાતે 353
ભાયલી કૃત્રિમ તળાવ ખાતે 291
બિલ તળાવ ખાતે 146
ઉત્તર ઝોનમાં
નવલખી કૃત્રિમ તળાવ ખાતે 380
હરણી સમાં લિંક રોડ કૃત્રિમ તળાવ ખાતે 239
દક્ષિણ ઝોનમાં
એસ.એસ.વી.પી. સ્થિત કુબેરેશ્વર કૃત્રિમ તળાવ ખાતે 72
માંજલપુર કંચન ઉદ્યાન કૃત્રિમ તળાવ ખાતે 230
તરસાલી તળાવ ખાતે 31
મકરપુરા તળાવ ખાતે 34
