વડોદરાના છાણી વિસ્તારમાં નંદનગરની સામે આવેલી પ્રશાંતિ ગ્રીન રેસીડેન્સીની દિવાલ શનિવારે ધરાશાયી થઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દિવાલની બાજુમાં એક ગોડાઉન આવેલું છે. જેમાં અગાઉથી જ વધુ પ્રમાણમાં સામાન રાખવામાં આવ્યો હતો. સામાનના ભારને કારણે દિવાલ પર પહેલેથી જ દબાણ વધ્યું હતું. તે દરમિયાન વરસાદી પાણી પણ ભરાતા દિવાલ નબળી પડી ગઈ અને ધરાશાયી થઈ ગઈ. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ દિવાલ ધરાશાયી થતા આસપાસના મકાનમાલિકોમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિકોએ જણાવ્યું કે ગોડાઉનમાં લાંબા સમયથી ભારે સામાન રાખવામાં આવે છે અને તેની અસર રેસીડેન્સીની દિવાલ પર થતી રહી છે.