વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થતાં શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો
તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ
(પ્રતિનિધિ) વડોદરા તા.06
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો તદ્પરાંત શહેરમાં ફરી વરસાદ શરૂ, આગામી 48 કલાક રાજ્ય માટે ગંભીર. વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થતાં શહેરીજનો ચિંતિત બન્યા લોકો ઓફિસ દુકાનોથી ઘરે પરત ફરવાના શરુ.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા સરોવરમાંથી છોડવામાં આવી રહેલા પાણીના પગલે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે વડસર પાસેના કોટેશ્વર તથા વડસર સહિતના વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે .લોકોના મકાનો અને દુકાનોમાં પણ પાણી ભરાયા વડોદરા જિલ્લા કલેકટર અને ડીઇઓ કચેરી દ્વારા આજરોજ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા રાખવાનું નક્કી કરાયું. ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ છે.આજવા સરોવરનું બપોરે 1:00 વાગ્યા સુધીનું લેવલ 213.00 ફૂટ, પ્રતાપપુરા સરોવરનું વાગ્યા સુધીનું લેવલ 226.82 ફૂટ તેમજ વિશ્વામિત્રીની વિવિધ સ્થળોની જળ સપાટી જોઈએ તો બપોરે 1:00 વાગ્યા સુધીમાં અકોટા વિસ્તારમાં 21.61 ફૂટ, બહુચરાજી બ્રિજ પાસે 7.74 ફૂટ, કાલાઘોડા પાસે 18.11 ફૂટ, મંગલ પાંડે બ્રિજ પાસે 18.81 ફૂટ, મુજમહુડા પાસે 20.26 ફૂટ, સમા-હરણી બ્રિજ પાસે 21.55 ફૂટ, તથા વડસર બ્રિજ પાસે 18.71 ફૂટ પર જળ સપાટી પહોંચી છે. કેટલાક લોકો નોકરી ધંધા પરથી ઘરે પરત ફરવાના શરુ. શહેરીજનોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે