Kapadvanj

લાંક અને વરાસી જળાશયમાંથી પાણી છોડાયું, કપડવંજના અસરગ્રસ્ત ગામોને સાવધ કરાયા

કપડવંજ:;લાંક જળાશય અને વરાસી જળાશયમાંથી પાણી છોડવાની પરિસ્થિતિથી કપડવંજના અસરગ્રસ્ત ગામોને સૂચિત કરાયા છે.

અરવલ્લી જિલ્લાની લાંક જળાશય અને વરાસી જળાશયમાંથી આજરોજ ઉપરવાસના ભારે વરસાદને કારણે પાણીની આવકના અનુસંધાનમાં હાઈ એલર્ટ સ્ટેજમાં પાણી છોડવામાં આવતા ખેડા જિલ્લા સત્તાવાળાઓ જિલ્લા કલેકટર,કપડવંજ પ્રાંત અધિકારી,મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને સાવચેતીના પગલા ભરવા માટે તાકીદ કરવામાં આવી છે.

વરાસી જળાશયમાંથી આશરે ૧૫૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.જેથી નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.જેમાં ભુંગળિયા,બેટાવાડા, પારીયાની મુવાડી,ખાનપુર સુલતાનપુર,કપડવંજ નગરપાલિકા વિસ્તાર તથા કપડવંજ ટાઉનનો સમાવેશ થાય છે.

જ્યારે લાંક જળાશયમાંથી આશરે ૪૦૦
ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.જેથી નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

કપડવંજ તાલુકાના અસરગ્રસ્ત ગામો પૈકી કાવઠ,મોટા મુવાડા,નવા લોટીયા,વાંટડા,વાસણા મોટા અને આકોડિયાના મુવાડા ગામોને સાવચેતીના પગલાં માટે સંબંધિત સત્તાવાળાઓને આદેશ કરવામાં આવ્યો છે.

તસવીર; હરીશ જોશી, કપડવંજ

Most Popular

To Top