Vadodara

નદી,જળાશયો છલકાતા વાઘોડિયા રોડ પર પાણી ફરી વળ્યા


ધીરજ જનરલ હોસ્પિટલમાં તથા વાઘોડિયા સુધી મુખ્ય માર્ગો પર પાણી જ પાણી


(પ્રતિનિધિ) વડોદરા તા.05

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી,તળાવો સહિત જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જો કે છેલ્લા ચાર કલાક થી મેઘરાજાએ વિરામ લીધો છે. જેના કારણે જોખમી સ્થિતિ સર્જાતા રહી છે.શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલી જીપીએસસી સ્કૂલ થી વાઘોડિયા સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેના કારણે ધીરજ જનરલ હોસ્પિટલ, પારુલ યુનિવર્સિટી સહિત વાઘોડિયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરફ અવરજવર ના મુખ્ય માર્ગ પાણી પરી વળતા ટ્રાફિક જામ સાથે વાહનચાલકોને અવરજવરમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

વરસાદને પગલે સૂર્યા,દેવ નદીના પાણી તથા વરસાદી પાણી રોડ પર ફરી વળતાં ઘણા દ્વિચક્રી વાહનો ખોટકાવાની ઘટના બની હતી. કંપનીમાં બપોરની પાળીમાં સમયસર પહોંચવામાં કર્મચારીઓ ને હાલાકી ભોગવવી પડી હતી જ્યારે બીજી તરફ પીપળીયા ધીરજ જનરલ હોસ્પિટલમાં દર્દીઓને હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાઇ જતાં અવર જવર માટે હાલાકી પડી હતી.

Most Popular

To Top