લોકોના મકાનો અને દુકાનોમાં મહિસાગર નદીના પાણી ઘૂસ્યા,ગામ બેટમા ફેરવાયું*
( પ્રતિનિધિ) વડોદરા તા. 05
ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં વરસાદને પગલે નદી નાળા છલકાઈ ગયા છે. એક તરફ નર્મદા નદીમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ વાસદ નજીક મહિસાગર નદીમાં પણ પાણીની ધરખમ આવક થઇ છે અને હવે મહિસાગર નદી કાંઠાના વિસ્તારોમાં મહિસાગર નદીના પાણી ફરી વળ્યા છે.

મહિસાગર નદી કાંઠાના સિંધરોટ ગામ સહિત આસપાસના ગામોમાં મહિસાગર નદીના પાણી ફરી વળતા ગામ બેટમા ફેરવાયું હોય તેમ જણાય છે લોકોના મકાનો અને દુકાનોમાં પાણી પ્રવેશ્યાં છે. સ્થાનિક પ્રસાશન દ્વારા યુદ્ધના ધોરણે લોકોને સલામત સ્થળે ખસેડવાની તેમજ તેઓને હંગામી ધોરણે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

બીજી તરફ એનડીઆરએફ અને એસ ડી આર એફ ની મદદ લેવાય તેવી શક્યતા છે. લોકોની સલામતી ને ધ્યાનમાં રાખીને સિંધરોટ બ્રિજ પરથી પસાર થતા વાહનોને ડાયવર્ટ કરવામાં આવશે. સ્થાનિક પોલીસ દ્વારા સિઘરોટ ગામ તથા ચેકડેમ તરફ જવાના માર્ગે બેરિકેડ લગાવી લોકોના અવરજવર માટે પ્રતિનિધિ મૂક્યો છે.

સિઘરોટ ગામના મંદિર પણ પાણીમાં ડૂબ્યા છે.ત્યારે જિલ્લા કલેકટર દ્વારા પણ લોકોના સલામતી અને સુરક્ષા બાબતે પ્રશાસનને જરુરી સૂચનાઓ આપવામાં આવી છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
