વડોદરા તારીખ 5
તાજેતરમાં જ શ્રીજીની આગમન યાત્રા પર મદાર માર્કેટ પાસે ઈંડા ફેકીને શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ અસામાજિક તત્વોએ કર્યો હતો. ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. વિસર્જન પ્રક્રિયા સુધી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે એકશન પ્લાન બનાવ્યો હતો અને 3 હજાર ઉપરાંતના જવાનો તેમજ વિવિધ એસઆરપી, એસડીઆરએફ સહિતની એજન્સીઓનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારમાંથી સાતમા દિવસે નીકળેલી જૂનીગઢીના ગણપતિની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ત્યારબાદ હવે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના મુજબ વડોદરા શહેરમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને માટે તેમજ હાલમાં ઈદના તહેવારની ઉજવણી પણ થઈ રહી હોય વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરી તકેદારીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી રહી છે.