(પ્રતિનિધિ) નડિયાદ, તા.5
ખેડા જિલ્લાના કઠલાલ મોટા બજાર વિસ્તારમાં આવેલા જાણીતા ઝુલેલાલ એમ્પોરિયમમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક કઠલાલ અને કપડવંજની ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસો ચાલુ રાખ્યા છે. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી, પરંતુ દુકાનને ભારે નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસન પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કાર્યવાહી કરી રહ્યા છે.