ચાણોદમાં મલ્હારરાવ ઘાટના 13 પગથિયા જ ડૂબવાના બાકી

વડોદરા: મઘ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી અવિરત છોડાઈ રહેલા પાણી અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 4.46 લાખ ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાએ 24 ફૂટની ભયજનક સપાટી વટાવી દેતા નર્મદા કાંઠાના ગામોમાં પાણી પ્રવેશવાનો ખતરો વધ્યો છે. ચાણોદમાં મલ્હાર રાવ ઘાટ પાસે 13 જ પગથિયા ડૂબવાના બાકી રહ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ
તા. 05/09/2025
સમય – 09/35 કલાક
મહત્તમ સપાટી – 138.68 મીટર
હાલની સપાટી – 135.94 મીટર
ગ્રોસ સ્ટોરેજ – 8602.40 MCM
પાણીનો સંગ્રહ – 90.93 %
પાણીની આવક – 499918.00 ક્યુસેક
નદીમાં પાણીની જાવક – 446592 ક્યુસેક
કેનાલમાં પાણીની જાવક – 24007.00 ક્યુસેક
હાલમાં નર્મદા ડેમના 23 ગેટ 2.50 મીટર ખુલ્લા છે.