Bharuch

દેડિયાપાડાના ગારદા ગામે કોતરને પાર કરવા માટે માસુમ બાળકો વડીલોના ખભે બેસવા મજબુર

ગ્રામજનોની એક જ માંગ, આ કોતરમાં વહેલી તકે નાળું બનાવવામાં આવે તો બાળકોનાં અભ્યાસ પર અસર ન થાય
ડેડીયાપાડા,તા.4
હવામાન ખાતાએ નર્મદા જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. જેમાં ડેડીયાપાડા તાલુકામાં મુશળધાર વરસાદ પડતા નદી,કોતરો બે કાંઠે વહેવા માંડ્યા છે.જેમાં ગારદા ગામે રાણી ફળિયામાં વરસાદને પગલે કોતરોમાં પાણી ભરાઈ જતા ગ્રામજનો અને માસુમ બાળકોને સ્કુલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગ્રામજનોએ ઉપરવાસમાંથી પાણી વધારે આવતા કોતરોમાં કેડ સમા પાણી ભરાઈ જતા મુશ્કેલી વેઠવી પડે છે.જે માટે ગ્રામજનો બાળકોને ખભે બેસાડીને કોતર પાર કરતા હોય છે.આ કોતરમાં પાણી આવતા લગભગ ૧૫ દિવસે પાણી ઓસરે છે.આ કોતરમાં નાળું બનાવે તો રાહત થાય તેમ છે.ઉપરવાસમાં બે કોતરો ભેગા મળીને ભરપુર પાણી આવે છે.અને ગ્રામજનોએ પણ બાઈક બીજા ફળીયે મુકીને પાણીમાંથી પસાર થવું પડે છે.પશુધન પણ ઘાસ ચારણમાં મોકલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જેથી ગ્રામજનોએ આ કોતર પર વહેલી તકે નાળું બનાવો તો બાળકોને સ્કુલનો અભ્યાસ ન બગડે એવી માંગ છે.

Most Popular

To Top