લુણાવાડા: મહીસાગર જિલ્લાનાં કડાણા તાલુકાના
તાત્રોલી ગામ પાસે હાઇડ્રો પ્રોજેક્ટમાં મહી નદીના પાણી ઘૂસી જતા પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા પ્રવર્તી રહી છે.
કડાણા ડેમમાંથી 1 લાખ 19 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા તાત્રોલી પાસે હાઇડ્રો પ્રોજેક્ટમાં મહીસાગર નદીનાં પાણી ધુસી ગયા હતા. આમ અચાનક જ હાઈડ્રો પ્રોજેક્ટમાં એકાએક હાઇડ્રો પાવરમાં મહી નદીનું પાણી ઘૂસતા પાંચ યુવકો પાણીમાં ફસાઈ ગયા હતા. પાણીમા ડુબી જતાં આ ધટનાની જાણ થતાં ગામના સ્થાનિકો, હાઇડ્રો પાવરના કર્મચારીઓ તેમજ 108 દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હતી. આ ધટનાની જાણ થતાં કડાણા મામલતદાર અને ટીડીઓ સ્ટાફ સાથે ધટના સ્થળે દોડી ગયા હતાં અને બચાવ કામગીરી હાથ ધરી હતી.