Charotar

લિંબાસીની જ્ઞાન શક્તિ સ્કુલના 26થી વધુ વિધાર્થીઓ ઝાડા ઉલટીની ઝપેટમાં આવ્યા

(પ્રતિનિધિ)

18 વિધાર્થીઓને વાઇરલ ફીવર, 1 વિધાર્થીને ઝાડા ઉલ્ટી અને 7 વિધાર્થીઓને સામાન્ય ઉલ્ટીની અસર

ખેડા જિલ્લામાં માતર તાલુકાના લિંબાસી ગામ પાસેની જ્ઞાન શક્તિ સ્કુલના 26થી વધુ વિધાર્થીઓ ઝાડા ઉલટીની ઝપેટમાં આવ્યા છે. જેના કારણે વિધાર્થીઓના વાલીઓમાં દોડધામ મચી જવા પામી છે. જોકે શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ લિંબાસીના ઈમેજ કેમ્પસમાં ચાલતી જ્ઞાનશક્તિ સ્કુલના વિદ્યાર્થીઓને એકાએક અગમ્ય કારણોસર 26થી વધુ વિધાર્થીઓને ઝાડા ઉલટીની બિમારીની અસર થઈ હતી. આ તમામ વિધાર્થીઓને કુલ ત્રણ 108 એમ્બ્યુલન્સ મા વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લિંબાસી જ્ઞાન શક્તિ સ્કુલના બોર્ડીંગ સ્કુલના વિદ્યાર્થીઓને વાઇરલ ઇન્ફેકશન થવા પામ્યું છે. જેમાં 18 વિધાર્થીઓને વાઇરલ ફીવર, 1 વિધાર્થીને ઝાડા ઉલ્ટી અને 7 વિધાર્થીઓને સામાન્ય ઉલ્ટીની અસર થતાં તબીયત લથડતા તાત્કાલિક સારવાર આપવામાં આવી છે. અસર ગ્રસ્ત વિધાર્થીઓ પૈકી 1 બાળકને બોટલ ચઢાવવાની જરૂર પડી છે
ઈમેજ કેમ્પસ ખાતે અભ્યાસ કરતા ધોરણ 6માં ભણતા વિદ્યાર્થીઓ એકાએક બિમાર થતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તાત્કાલિક સારવાર માટે બે 108 એમ્બ્યુલન્સ દ્વારા ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે તમામ વિદ્યાર્થીઓની કરાઈ છે.

Most Popular

To Top