Jambhughoda

જાંબુઘોડા પોલીસે એસયુવી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

પ્રતિનિધિ જાંબુઘોડા

જાંબુઘોડા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી એસયુવી કારમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા પોલીસે એક ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન એક મહિન્દ્રા કંપનીની એકસ યુ વી ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને શંકાસ્પદ જણાતા ગાડીને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ભગાવી મૂકતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જાંબુઘોડાના કુંભારવાડા રોડ ઉપર પોલીસે મહિન્દ્રા ગાડી (નંબર GJ 03 JL 3218) ને રોકવા પ્રયાસ કરતા ચાલકે ઝડપ વધારી અને જાંબુઘોડા બજાર થઈને રામપુરા તરફ ભાગ્યો હતો. પોલીસની ટીમ પણ તેની પાછળ લાગી હતી. પીછો કરતા જોઈ ચાલકે ગાડીને કરા ગામ નજીક રોડની બાજુમાં ઊભી રાખી દઈ અને ઝાડી ઝાંખરાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો.

પોલીસે ગાડીની તપાસ કરતા ડ્રાઈવર સીટ અને તેની બાજુની સીટ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી બ્લેક એન્ડ વાઈટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની 180 મિલીની 99 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત ₹57,618 આંકવામાં આવી છે. પોલીસે ગાડીની કિંમત ₹1,50,000 ગણીને કુલ ₹2,07,618 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ઘટના અંગે પોલીસે નાસી છૂટેલા આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ 2017 ની કલમ 65(A), 65(e), 98(2) અને 116(B) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

Most Popular

To Top