આ માર્ગ શરુ થતા ભરૂચ શહેરમાં ટ્રાફિક જામ સમસ્યા દુર થશે
અંકલેશ્વર,ભરૂચ,તા.2
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો હિસ્સો બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે.વાહનચાલકો માટે અંકલેશ્વરના પુનગામ નજીક બનાવાયેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરી સુરત તરફ જવાનો માર્ગ મોકળો શરુ થઇ ગયો છે.

8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ગુજરાતમાંથી પસાર થાય છે.ભરૂચમાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના જટિલ પ્રશ્નોના કારણે કામગીરી અટકી હતી. આ કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે.ભરૂચથી સુરત તરફ જતા વાહનચાલકો એક્સપ્રેસ હાઇવે થઈને અંકલેશ્વરના પુનગામ સુધી પહોંચી શકે છે. ત્યાંથી ડાયવર્ઝન મારફતે અંકલેશ્વર-હાંસોટ-ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવે પર જઈ જવા મોકળાશ મળી છે. સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે.અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ હાઇવે આગામી ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે. આ માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ માર્ગ શરૂ થવાથી હવે ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા ઘટાડો નોંધાતા રાહત થશે.