Jambhughoda

જાંબુઘોડાથી પસાર થતી સુખી નદીના પ્રવાહમાં યુવાન તણાયો

પ્રતિનિધિ જાંબુઘોડા
 જાંબુઘોડા તાલુકા ના જોટવડ ગામના કલ્હરી ફળિયામાં રહેતો આશરે 30 વર્ષીય યુવાન ધર્મેન્દ્રભાઈ ઈશ્વરભાઈ બારીયા શનિવારે બપોરે નદીમાં કૂદી પડતાં પાણીના પ્રવાહમાં તણાઈ ને લાપતા થયો હતો.

ભારે વરસાદને કારણે બે કાંઠે વહેતી સુખી નદી જોવા ગયેલા ધર્મેન્દ્રભાઈ તેમના ભાઈ સાથે પોતાના ઘર નજીક આવેલી સુખી નદીના કિનારે ઊભા હતા. ત્યારે ભારે વરસાદને કારણે સુખી નદી બે કાંઠે વહેતી હતી . નદીનો પ્રવાહ જોવા ગયેલા ધર્મેન્દ્રભાઈ મસ્તીમાં નદીમાં કૂદી પડ્યો હતો. તેને નદી એમાં કૂદતા સામે કિનારે ઊભેલા ઉઢવણ ગામના એક યુવાને પણ જોયો હતો.
જોકે નદી પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાને કારણે ધર્મેન્દ્રભાઈ પાણીમાં તણાઈ ગયા હતા અને થોડી જ ક્ષણોમાં નજરો થી દૂર થઈ ગયા હતા.

આ ઘટના ની જાણ આસ પાસ ના લોકોને થતાં તાત્કાલિક ધોરણે યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જ્યારે આ બાબતની જાણ જાંબુઘોડા પોલીસ ને થતા જાંબુઘોડા પોલીસે આ તણાઈ ગયેલા યુવાન ની નદીના કિનારે કિનારે તપાસ હાથ ધરી છે. ગ્રામજનો અને પરિવારજનો દ્વારા પણ નદીના કિનારે દૂર સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ સુધી તેમનો કોઈ પતો લાગ્યો ન હતો.
આ દુઃખદ ઘટના ને કારણે પરિવારના સભ્યો ઊંડી ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વહેલી તકે યુવાન સુરક્ષિત મળી આવે તેવી પ્રાર્થનાઓ થઈ રહી છે.

Most Popular

To Top