Nasvadi

છોટાઉદેપુર તાલુકાના અત્રોલી ગામે તાડપત્રી ઓઢાડીને અંતિમ ક્રિયા કરવાની મજબૂરી

નસવાડી: છોટાઉદેપુર તાલુકાના અત્રોલી ગામે એક મૃતદેહની અંતિમ ક્રિયા માટે તાડપત્રી ઓઢાડીને વિધિ કરવી પડી હતી. જ્યારે ગ્રામજનો દ્વારા વખતો વખત સ્મશાન બનાવવા માટે રજૂઆત કરવા છતાંય તંત્ર કોઈ કામગીરી કરતું નથી

છોટાઉદેપુર જિલ્લા મથક થી 15 કિલોમીટર દૂર અત્રોલી ગામ આવેલું છે. ગામના કાળિયાધરુ ફળિયામાં એક વૃધ્ધનું અવસાન થતા અંતિમ ક્રિયા માટે સ્મશાન યાત્રા નીકળી હતી પરંતુ ભારે વરસાદ પડતા એક કલાક સુધી રસ્તામાં સ્મશાન યાત્રા રોકવામાં આવી હતી.નવરસાદ બંધ ના થતા તાડપત્રી મંગાવી lને તેની અંતિમ ક્રિયા માટે આની નદી ઉપર એક કિલોમીટર ચાલીને લોકો પહોંચ્યા હતા. પરંતુ ભારે વરસાદ પડતા અંતિમ ક્રિયા માટે ની વિધિ તાડપત્રી ઓઢાડીને કરવામાં આવી હતી.

લોકોનો આક્ષેપ છે કે અમારા ગામમાં સ્મશાન ઘાટ નથી. જ્યારે અન્ય સ્મશાન જવા માટેનો કાચો રસ્તો છે. ચોમાસામાં કોઈ મૃત્યુ પામે તો અંતિમ ક્રિયા માટે ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે. હાલ તો લોકો રજૂઆત કરી ને થાકી ગયા છે પરંતુ તંત્રના અધિકારીઓ ધ્યાન આપતા નથી.

વિકાસના દાવાઓ વચ્ચે આવી રીતના અંતિમ ક્રિયા મૃતક ન કરવી પડે આવી પરિસ્થિતિ છોટાઉદેપુર જિલ્લાના ગામડાઓની છે.તંત્રે આ ઘટના ઉપર થી બોધપાઠ લઈને સ્મશાન ઘાટ દરેક ગામોમાં બનાવવા જોઈએ .
કરશનભાઇ છગાભાઈ રાઠવા, ગ્રામજનના જણાવ્યા મુજબ અમારા ગામડાઓમાં સ્મશાન ઘાટ નહીં ચોમાસા ના સમય માં કોઈ અવસાન પામે તો તેની અંતિમ ક્રિયા કરવામાં ભારે મુશ્કેલી પડે છે એક વૃદ્ધ નું અવસાન થતા તાડપત્રી ના સહારે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી

Most Popular

To Top