Vadodara

અટલાદરામાં જર્જરિત સત્સંગ કોમ્પ્લેક્સના સ્લેબનો મોટો પોપડો તૂટી પડ્યો,લોકોમાં ફફડાટ

કોમ્પ્લેક્સની નબળી પરિસ્થિતિને લઈ તાત્કાલિક પગલાં લેવા રહીશોની માંગ :

અનેકવાર રજૂઆત કરી હોવા છતાં નિરાકરણ નહીં થતા લોકો ભયના ઓથાર હેઠળ જીવન નિર્વાહ કરવા મજબુર :

( પ્રતિનિધિ )વડોદરા,તા.30

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા જર્જરિત સત્સંગ કોમ્પ્લેક્સનો બીજા માળે સ્લેબનો મોટો પોપડો કડડભૂસ થતા એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. મોટો અવાજ થતા કોમ્પલેક્ષના લોકો એકત્ર થઈ ગયા હતા. સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી. જોકે, જીવને જોખમ ઉભું થયું હોય સ્થાનિક લોકોએ જર્જરિત કોપ્લેક્સને લઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલુ સત્સંગ કોમ્પ્લેક્સ છેલ્લા ઘણાં સમયથી જર્જરિત હાલતમાં છે. ઈમારતની દિવાલોમાં તથા પાયા ભાગોમાં ઘણી જગ્યાએ મોટી તિરાડો જોવા મળી રહી છે. આ તિરાડોને કારણે રહેવાસીઓમાં સતત ભયનું વાતાવરણ ઉભું થયું છે.

આજે કોમ્પ્લેક્સની છતમાંથી સ્લેબનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ, કોમ્પ્લેક્સમાં રહેતા લોકો માટે આ ઘટના મોટી ચેતવણી સાબિત થઈ છે.

ઇમારતની નબળી સ્થિતિને ધ્યાનમાં રાખતાં કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રહીશોએ તાત્કાલિક તંત્રને પગલાં લેવા વિનંતી કરી છે. તેઓનું કહેવું છે કે જો સમયસર મરામત અથવા પુનઃનિર્માણ ના કરવામાં આવે તો ભવિષ્યમાં જાનહાનિ થવાની પૂરી સંભાવના છે.

કોમ્પલેક્ષમાં રહેતા સોનલબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમે ઘણી વખત કમ્પ્લેન કરી છે કે આનું કોઈ નિરાકરણ લાવ આજે ઘરમાં પણ એ જ વસ્તુની તકલીફ છે હું નોકરીએ જવું ઘરમાં છોકરા એકલા હોય કાલ ઊઠીને કશું પડે છોકરાઓને વાગશે તો આની જવાબદારી કોની રહેશે આજે જ અહીંયા દુકાન ધરાવતા ભાઈ એમને અચાનક કોલ આવ્યો દુકાનમાં અંદર ગયા અને તરત જ ઉપરથી આ સ્લેબ નો મોટો પોપડો પોપડો તૂટીને નીચે પડ્યો હતો. જો કદાચ અહીંયા ઉભા હોત તો એમના જીવને જોખમ ઊભું થઈ ગયું હોત. અમે ઘર ખાલી કરવા તૈયાર છે રીનોવેશન કરવા તૈયાર છે પણ કોઈ પગલાં લેવા તૈયાર નથી. નીચે દુકાનવાલા છે ખાલી કરવા તૈયાર નથી એમને એમના ધંધાની પડી છે. જો કોઈ મોટી ઘટના બનશે તો જવાબદારી કોની ?

Most Popular

To Top