ગ્રામજનોની રોડ રસ્તાની તાત્કાલિક માંગ
પાયાની સુવિધાઓમાં સતત અવગણનાની વચ્ચે, રાહે આવા ગામના લોકો આમરણાંત ઉપવાસ આંદોલનની ચીમકી સાથે તંત્ર સામે તંગ ઝાંખી વિકાસના વાયદા, ધરતી પર કાદવ-કીચડ.


વડોદરા શહેરની વોર્ડ નં 19 હદમાં આવેલા વડદલા ગામના લોકો પાયાની સુવિધાઓના અભાવને લઇ ભારે મુશ્કેલીમાં છે. ગામને શહેર કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરાયા બાદથી વિકાસ માત્ર કાગળ પર જ જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં પાણી, ડ્રેનેજ, તથા રસ્તા જેવી જરૂરિયાતો હજુ અધૂરી જ છે. તાજેતરમાં આ સમસ્યાઓને લઈ ગામના રહીશો આક્રોશિત થયા છે અને સતત અવગણનાને કારણે હવે ખાસ રજૂઆત કરી છે.
ગામથી સ્મશાન સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે, ચોમાસાના સમયમાં કાદવ અને કીચડથી ભરાય જાય છે, એમ સ્થાનિકોએ જણાવ્યું. જેને લીધે મૃત્યુ બાદ અંતિમ યાત્રા માટે મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાય છે, અને લોકોએ જીવના જોખમે વાહન પર બેસી અંતિમ વિધિ શરૂ કરવી પડે છે. ચાલીને જવનારાઓ માટે યાત્રા વધુ મુશ્કેલ બની જાય છે.

ગામના આગેવાનો તથા રહીશો કહે છે કે, અનેક વાર મેયર, ધારાસભ્ય, કોર્પોરેટર પાસે રજૂઆત કરી, છતાં સમસ્યાના ન ઉકેલાતા હવે આમરણાંત ઉપવાસના આંદોલનની ચીમકી ઉચ્ચારવા માટે મજબુર બન્યા છે. તેમ કહેવા મુજબ, ” જો તંત્ર અમને મદદ ન કરે તો ગામને શહેરમાંથી અલગ કરીને ફરીથી જિલ્લા હેઠળ રાખી દેવામાં આવે”.
ગત વર્ષે પણ આજ હાલત જોવા મળી હતી ચોમાસા દરમિયાન અંતિમયાત્રા માં ટેકટર ઊંધું થઈ ગયુ હતુ. ત્યાર ની ફરિયાદ કરી હોવા છતાં આજ દિન સુધી રોડ બન્યો નથી.
આ ગામના લોકોની અવિરત અવગણનાની કથા હજુ અદ્ભુત છે; વિસ્તરણ બાદ પણ કોઇ પ્રકારની પાયાની સુવિધા ઉપલબ્ધ નથી. હવે સ્થાનિકો પોતાના અધિકાર માટે સઘન આંદોલન અને સીધી ફરિયાદની નવી ક્રાંતિની તૈયારીમાં છે.

ગ્રામજનોની પ્રાથમિક માંગણીઁ…
૧)ગામથી સ્મશાન જતો રસ્તો તાત્કાલિક દુરસ્તી કરી શકાય, એવી અપીલ.
૨)ચોમાસામાં ખાસ ધ્યાન રાખવામાં આવે અને કાદવ-કીચડ દૂર કરવા તકેદારી રાખવામાં આવે.
૩)પાણી, રસ્તા અને ડ્રેનેજ જેવી અમૃત સુવિધા ગ્રામજનોએ માંગ કરી છે કે શહેરી વિકાસના માત્ર દેખાવ બદલે, એમના જીવનમાં સાચો સુધારો થાય.
અમે તો લોકોના કામ કરીએ છે પરંતુ અધિકારીઓ કામ કરતા નથી…
વોર્ડ 19ના કાઉન્સિલર ઘનશ્યામભાઈ પટેલ ને જ્યારે આ બાબતે પૂછ્યું તો તેઓ નું કેહવુ છે અમે વડદલા ગામના વિકાસ ન અનેક કાર્ય માટે કામ મંજૂરી માટે મૂક્યા છે પરંતુ પાલિકાના અધિકારીઓ કામ પૂરા કરતા નથી. જેથી કરી ને લોકો નું અમારે સાંભળવું પડે છે.