Vadodara

વડોદરાનું વાતાવરણ ડહોળવાનો ફરી પ્રયાસ, દૂધવાલા મહોલ્લા પાસે મોડી રાત્રે ગાડીના હોર્ન વગાડવા મુદ્દે બે કોમના લોકો વચ્ચે ઝઘડો, ત્રણની ધરપકડ

રાત્રે આશરે ૧૨.૩૦ વાગ્યાની ઘટના

વડોદરા: શહેરના દૂધવાળા મોહલ્લા વિસ્તારમાં અકસ્માતની ઘટના બાદ વાતાવરણ તંગ બની ગયું હતું. ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે થયેલી સામાન્ય ટક્કર બાદ વિવાદ ઊભો થયો, જેમાં ફોર વ્હીલર ચલાવનારા શખ્સ દ્વારા ટુ વ્હીલર ચાલકને લાફો મારવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે આગળ ની તપાસ પોલીસ કરી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ટુ વ્હીલર ચાલક પટણી સમાજનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

જોઇન્ટ કમિશનર લીના પાટીલ, ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તા અને ડીસીપી ઝોન 2ના , એસીપી અશોક રાઠવા દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. મીડિયાને આપવામાં આવેલા નિવેદનમાં એસીપી રાઠવાએ જણાવ્યું કે, “આ ઘટનામાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને આરોપી ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ BNS કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે.

ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ થયો છે કે આરોપી શખ્સ પીળા કલરના ટીશર્ટમાં હતો અને અકસ્માત બાદ ઉશ્કેરણીજનક વર્તન કર્યું હતું. પોલીસે હાલમાં આસપાસના CCTV ફૂટેજ પણ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે જેથી હકીકતો વધુ સ્પષ્ટ થઈ શકે. શહેરમાં હાલમાં શાંતિ છે પરંતુ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સંસ્કારી નગરી વડોદરા શહેરમાં તાજેતરમાં ગણપતિની આગમન યાત્રા પર ઈંડા ફેંકીને શહેરનું વાતાવરણ ડહોળવાનો ઘનન પ્રયાસ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ત્યારે ગુરુવારે મોડી રાત્રિના સમયે ફરી એકવાર શહેરમાં સ્થપાયેલી શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થયો છે.

શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા ભગતસિંહ ચોક પાસે આવેલા દુધવાલા મહોલ્લામાં 28 ઓગસ્ટના રોજ રાત્રે ગાડીના હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે બે કોમના લોકો આમને-સામને આવી ગયા હતા. જેના કારણે મોટી બબાલ થઈ હતી આ વિસ્તારમાં તણાવ ભર્યો માહોલ સર્જાયો હતો. બંને કોમના લોકો સહિતના લોકટોળાં ભેગાં થઈ ગયાં હતાં. સામાન્ય બોલાચાલી ઉગ્ર મારામારીમા પરિણમી હતી.

રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. યશ હરેશભાઈ પટણીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીઓ સાબિર અજબભાઈ સતાવાલા, જાવેદ અજબભાઈ સબલવાલા અને જૈનુલ સાબિર સકાવાલાને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.ઘટનાના પગલે પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવી દીધું છે.

ભોગ બનનાર યુવકની બહેને જણાવ્યું હતું કે, મારા ભાઈ અને ભાભી બાઈક પર ફરવા નીકળ્યા હતા. આગળ ટ્રાફિકજામ હતો ત્યારે પાછળથી કારચાલ સતત હોર્ન વગાડી રહ્યો હતો. જેથી મારા ભાઈએ ભાઈ આગળ ટ્રાફિક હોવાથી જગ્યા થશે એટલે હું સાઈડમાં હટી જઈશ તેમ કહ્યું હતું. જેથી કાર ચાલક સહિત બે જણા પકડાયા અકળાઈ ગયા હતા અને નીચે ઉતરીને મારા ભાઈને મારવાનું શરૂ કર્યુ હતું. દરમિયાન આસપાસમાંથી અન્ય 10 લોકોને બોલાવીને મારા ભાઈને વધુ માર માર્યો હતો.અમને પોલીસનો સહકાર ઓછો હતો. તેમણે માત્ર એટલું જ કહ્યું કે ફરિયાદ લખાવો અને જતા રહો. જયા ઘટના બની હતી ત્યાં લગભગ 100 પોલીસ કર્મી હતા તેમ છતાં અમને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા

Most Popular

To Top