વડોદરામાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિસર્જન માટે મહાનગરપાલિકાની ખાસ તૈયારી
26715 સ્ક્વેર મીટર વિસ્તારમાં 1.12 લાખ ક્યુબિક મીટર ક્ષમતા ધરાવતા તળાવો તૈયાર
આ વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે મૂર્તિ વિસર્જન માટે શહેરના ચારેય ઝોનમાં કુલ 12 સ્થળોએ તળાવો તૈયાર કરાયા છે. જેમાંથી 10 સ્થળોએ કુત્રિમ તળાવો બનાવાયા છે, જ્યારે 2 સ્થળોએ કુદરતી તળાવ છે. અહીં અંદાજે 49,500 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થવાની સંભાવના છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ તળાવોનું કુલ ક્ષેત્રફળ 26715 સ્ક્વેર મીટર છે અને પાણીની સંગ્રહ ક્ષમતા 1,12,693 ક્યુબિક મીટર છે. સાથે વિસર્જન રૂટ ઉપરના ખાડા પુરવાની, ઝાડની ડાળીઓ કાપવાની અને કેબલ શિફ્ટિંગની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ માત્ર તૈયાર કરાયેલા તળાવોમાં જ મૂર્તિ વિસર્જન કરે. વિસર્જન માટે કોઈ પ્રકારનો ચાર્જ લેવાતો નથી, તેથી નાગરિકોને સાવચેત રહેવા પણ કહેવાયું છે.
ઝોન મુજબ તૈયાર કરાયેલા તળાવો
પૂર્વ ઝોન (3 તળાવો):
ખોડીયારનગર, જીઓ પેટ્રોલ પંપ સામે
લેપ્રસી ગ્રાઉન્ડ, સરદાર એસ્ટેટ પાસે
કિશનવાડી, UPHC વાલા પ્લોટ
પશ્ચિમ ઝોન (3 તળાવો):
ભાયલી, પ્રિયા સિનેમા બાજુ
ગોરવા દશામાં તળાવ
બીલ કૃત્રિમ તળાવ
ઉત્તર ઝોન (2 તળાવો):
હરણી-સમા કૃત્રિમ તળાવ
નવલખી કૃત્રિમ તળાવ
દક્ષિણ ઝોન (4 તળાવો):
SSV-2 સામે, સોમાતલાવ રીંગ રોડ
માંજલપુર સ્મશાન પાસેનો પ્લોટ
તરસાલી સર્કલ, દિવાળીપુરા પાસે
મકરપુરા ગામ પાસે
વિસર્જન માટે પાલિકા દ્વારા કરાયેલી સુવિધાઓ અને વ્યવસ્થા
53 ક્રેન
180 બોયા
ફાયર વિભાગના જવાનો
103 તરાપા
સિક્યુરીટી ગાર્ડ
120 મેનપાવર
સફાઈ સેવકો
દરેક સ્થળે 1 એમ્બ્યુલન્સ
લાઇટિંગ, ફેન્સિંગ, પીવાનું પાણી
આરતી માટે સ્ટેજ, અન્ય સ્ટેજ અને નિર્માલ્ય કળશની વ્યવસ્થા