Vadodara

એમએસયુના પૂર્વ વીસી સામે લડત આપનાર પ્રોફેસરે પીઆઈએલ પાછી ખેંચી

એક પ્રકારે એવુ પ્રેશર ઊભું કરવામાં આવ્યું કે કેસને સાવ લૂલો બનાવી દીધો : પ્રો.પાઠક

રાજનૈતિક દબાણ હોઈ શકે છે કે કેમ ? સવાલો ઉઠ્યા

( પ્રતિનિધિ )વડોદરા,તા.25

એમએસ યુનિવર્સિટી કુમાર શ્રીવાસ્તવના કાર્યકાળ દરમિયાન નિર્ણયો અને વિવાદોના કારણે અનેક આંદોલનો થયા અલ્પ લાયકાતના આરોપો સાથે તેમની નિમણૂક સામે પ્રોફેસર સતીશ પાઠકે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. ત્યારે હિયરિંગની તારીખે સતીશ પાઠકે પીઆઈએલ પાછી ખેંચી લીધી છે.

એમએસયુના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ સામે પીઆઈએલ કરનાર પો.સતીશ પાઠકે જણાવ્યું હતું કે મેં પીઆઈએલ પાછી ખેંચી એ સત્ય છે. પણ હાલ તેનું પારક જણાવી શકું નહીં વિજયકુમાર શ્રીવાસ્ત 8 જાન્યુઆરી 2025 ના રોજ રાજીનામું આપ્યું હતું. જેના કારણે પીઆઈએલનો હેતુ પૂરો થયો હોવાનું માનવામાં આવે છે. જોકે આ પાછળ રાજનૈતિક દબાણ હોઈ શકે છે કે કેમ તેવા સવાલો ઉઠ્યા છે. પ્રોફેસર સતીશ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે, પરિસ્થિતિ કંઈક એ પ્રકારે નિર્માણ થઈ અને હાઇકોર્ટમાં એ મેટર એ રીતે ધીરે ધીરે આગળ ચાલી કે જેના કારણે અથવા જેના અંતે મારે એમ કહેવું જોઈએ કે એમાં સરકારે વાતને સ્વીકારી ને નાતો વિજય શ્રીવાસ્તવે એ વાતને સ્વીકારી કે તેઓ ઇનએલીજીબલ હતા. આખી લડતના અંતે સંતોષજનક વાત એ બની, પ્રથમ રાજીનામું મૂકીને કોઈ ખસ્સી કરેલા કુતરાએ જેમ ભાગવું પડે એમ ઉભી પુછડીએ ભાગવું પડ્યું. અને બીજી સારી વાત એ બની કે સરકારે સમય સૂચકતા વાપરીને અને બુદ્ધિ વાપરીને એને ફરીથી નિમણૂક ના આપી કારણકે ભાજપના તમામ વડોદરા શહેર અને જિલ્લા ના નેતાઓએ ચીફ મિનિસ્ટરને એવું અલ્ટીમેટમ આપ્યું હતું કે, આ વ્યક્તિ ફરી જોઈએ જ નહીં જે નેતાઓએ ફરીથી આ વ્યક્તિને નહીં લેવા માટે અલ્ટીમેટમ આપ્યું એ નંપુસક નેતાઓ ત્યારે વિજય શ્રીવાસ્તવની સામે એક હરફ ઉચ્ચારી શક્યા ન હતા, એ હકીકત છે. વડોદરા શહેર માટે જે નેતાઓ કામ કરતા હોય જે પ્રજાએ વડોદરા ના આ નેતાઓને ખોબે ખોબે મત આપીને જીતાડ્યા હોય, જે નેતાઓ આજ યુનિવર્સિટી ની અંદર ભણીને પોતાની શૈક્ષણિક અને રાજકીય કારકિર્દીનું ઘડતર કર્યું હોય એ નેતાઓ જ્યારે પોતાની માતૃ સંસ્થા માટે ન બોલી શકે ત્યારે મને કહેવા દો કે બધા નપુંસકથી કઈ કમ નથી. આજે જે વાત આ પરિસ્થિતિ પહોંચી છે અને સરકારને વિજય શ્રીવાસ્તવને બંનેવને એવું લાગી રહ્યું છે કે એ ઈનએલિજિબલ નથી તો હું પણ એવી આશા રાખું છું કે, સરકાર આવનારા દિવસોમાં અને વિજયકુમાર પણ આવનારા દિવસોમાં આપણી સેન્ટ્રલ લેવલની યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન ના ચેરમેન બને. કારણ કે આખું વડોદરા શહેર આખી યુનિવર્સિટી આખી એજ્યુકેશન સિસ્ટમ ખુદ સરકાર કેન્દ્રીય સત્તા આ બધા જ જાણે છે કે, આ ભ્રષ્ટાચારી હતો અને એની લાયકાત ન હતી. તેમ છતાં પણ એક પ્રકારે એવું રાજકીય દબાણ ઊભું કરવામાં આવ્યું અને પરિસ્થિતિ એ આવી કે આખી સિસ્ટમ પણ એ દબાણ હેઠળ બિલકુલ છેલ્લી ઘડીએ યુ ટર્ન લઈ લીધો અને આ પરિસ્થિતિમાં એક પ્રકારે એવુ પ્રેશર ઊભું કરવામાં આવ્યું કે જેનાથી એમ કહી શકાય કે આ કેસને સાવ લૂલો બનાવી દીધો મને વાતનો રંજ નથી કારણકે આખી યુનિવર્સિટીમાં એક મર્દની માફક હું લડ્યો છું. મારી માતૃ સંસ્થા માટે એને બચાવવા માટે મેં તમામ પ્રયત્નો કર્યા છે અને એ જીતના ફળ સ્વરૂપે બે ઘટના એવી બની છે કે જે સીમા ચિન્હરૂપ છે. એક તો એણે અહિયાથી ભાગી જવું પડ્યું અને એવા કેટલાય ખોટા નિર્ણયો મારી બીક ના કારણે એ ન લઈ શકતો હતો. મારી બીક ના કારણે એ યુનિવર્સિટી ની અંદર ફેકલ્ટીની અંદર ફરી પણ નહોતો શકતો અને એક વીસી તરીકે એની જે ફરજ હોય એ પણ નીતિમત્તાથી એ નિભાવી શકતો ન હતો. આ વાસ્તવિકતા છે અને એ દરેક વ્યક્તિ જાણે છે અને દરેક વ્યક્તિના મનની વાત છે. યુનિવર્સિટીના તમામ ફેકલ્ટી ડીનો , તમામ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સૌ કોઈ આ વાતથી પરિચિત છે. એટલે તમામ આ વાતનું અનુમુદન આપે છે. સાથે સાથે હવે આ ઘટના અત્યારે જે તબક્કે છે. એ તબક્કેથી આગળ ક્યાં અને શું આકાર લેશે એ આવનાર સમય બતાવશે. કેસ પાછો લેવા પાછળ કેટલાય અગમ્ય કારણ હોઈ શકે. જેનો અત્યારે ઉલ્લેખ કરવો ઉચિત નથી સમજતો, પણ આવનારા સમયમાં એ જે કંઈ કાર્યવાહી મારે આગળ ઉપર કરવાની થશે એ હું ચોક્કસ કરીશ. કારણ કે આ એક શિક્ષણ ક્ષેત્રમાં સડો ફેલાવતી એક ઉધઈ સમાન છે જો આજે એને અહીં છોડી દેવામાં આવશે તો આજે આવનારા દિવસોમાં એ શિક્ષણ સમાજને વધુ પ્રદૂષિત કરશે એમાં બે મત નથી.

Most Popular

To Top