Vadodara

ચાલીસ દીવસ સુઘી ચાલેલા સીંધી સમાજના ચાલિયા મહોત્સવની થઈ આજે પૂર્ણાહુતિ.

વડોદરા શહેરને ધાર્મિક તેમજ સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વસવાટ કરે છે. ભગવાન જુલેલાલ સિંધી સમાજના ઇષ્ટદેવ તરીકે માનવામાં આવે છે. ભગવાન જુલેલાલની પૂજા અર્ચના કરવા માટે ચાલીસ દિવસ સુધી ચાલીયા મહોત્સવની ઉજવણી કરાઈ છે સિંધી સમાજના સૌભાવી ભક્તો ઉજવણીમાં ઉપવાસ કરતા હોય છે. આજ રોજ ચાલીસ દિવસ પૂર્ણ થતા સમગ્ર સીંધી સમાજના લોકો દ્રારા ભેરાણા સાહેબ ની મટકી લઇ અને તળાવમાં પધરાવતા હોય છે. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાન ભગવાનભાઈ તેમજ અમરભાઈ જોડાયા હતા. સાથે સાથે જ વિસ્તારના કોર્પોરેટર હીરાભાઈ કાંજવાણી, હેમિષાબેન ઠક્કર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે જ્યોત સાથે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડો માં જોડાશે.

Most Popular

To Top