Vadodara

કારેલીબાગમાં સ્વાતંત્ર્ય સૈનાનીની તક્તિ તોડી પાડતા વિવાદ

સ્વાતંત્ર્ય સૈનાની છગનલાલ ગોપાળજી નાયકની તક્તિ અજાણ્યા વાહને તોડી પાડી

સીસીટીવી ફૂટેજ ચકાસી કાર્યવાહી સહિત પુનઃ તક્તિ સ્થાપિત કરવા માંગ

( પ્રતિનિધી )વડોદરા,તા.25

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સ્વાતંત્ર્ય સૈનાનીની લગાવેલી તક્તિ કોઈ અજાણ્યા વાહન તોડી પાડતા સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આ મામલે સ્વાતંત્ર્ય સૈનાનીના પુત્રે કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ આપી કાર્યવાહી કરવા સાથે પુનઃ તક્તિ લગાવવાની માંગ કરી હતી.

વડોદરા શહેરમાં એક તરફ પોલીસ નાગરિકોને કાયદાના પાઠ ભણાવી રહી છે. ટ્રાફિક નિયમનનો ભંગ કરે તો લોકોના ઘરે દંડના મેમા આવી રહ્યા છે. જોકે નાગરિકો પાસેથી દંડ ઉઘરાવવામાં મદ મસ્ત બનેલી પોલીસ ભારદારી વાહનોને ડામવા નિષ્ફળ સાબિત થઈ છે. ત્યારે એક અજાણ્યા વાહને સ્વાતંત્ર્ય સૈનાની ની તકતી તોડી પાડતા વિવાદ થયો છે. કારેલીબાગ જીવન ભારતી સ્કૂલ ચાર રસ્તા થી બાલભવન સુધીના માર્ગને છગનલાલ ગોપાળજી નાયક માર્ગ આપવામાં આવ્યું હતું અને સ્વાતંત્ર્ય સેનાનીના તેમના નામની તકતી ત્યાં લગાવવામાં આવી છે. જોકે મધરાત્રીએ કોઈ અજાણ્યા વાહન ચાલકે આ તકતી તોડી પાડી હતી. જેની જાણ થતા જ સમાજના આગેવાન અને તેમના પુત્ર કલ્પેશભાઈ નાયક દોડી આવ્યા હતા. સમગ્ર મામલે તેમણે તંત્ર સામે નારાજગી દર્શાવી કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે, તેમણે આ નાના નહીં પણ કોઈ મોટા વાહનથી સાથે નશામાં ધૂત થયેલા ડ્રાઈવર દ્વારા તક્તિ તોડી પાડવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી સીસીટીવી ફૂટેજ ચકાસવા ઉપરાંત પોલીસ તરફથી યોગ્ય જવાબ નહીં મળતા આ મામલે યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે પુન: તક્તિ સ્થાપિત કરવા માંગણી કરી હતી.

Most Popular

To Top