પો.કમિશ્નર ,ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા :
ટ્રેસ-હેલ્થને લગતા ઈસ્યુ છે, એને ધ્યાનમાં રાખીને દરેકને આજે જરૂરી છે ફિટનેસ, માટે બહાર નીકળીએ : નરસિમ્હા કોમાર
( પ્રતિનિધી )વડોદરા,તા.24
વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાયકલ રેલીને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જેલ રોડ પોલીસ ભુવન ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ સાયકલ રેલીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

વડોદરા શહેરના જેલ રોડ પોલીસ ભુવન ખાતેથી શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલ થીમ ઉપર સાયકલ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ સાયકલ રેલીમાં જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ પરિવારના સભ્યો નાગરિકો સહિત ખેલ જગતમાં વડોદરા શહેરનું નામ રોશન કરનાર વિવિધ રમતના રમતવીરો પણ જોડાયા હતા.

પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, સન્ડે ઓન સાયકલ આ થીમ ઉપર ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કર્યું છે. આમાં પોલીસ અધિકારીઓ પોલીસ પરિવારના સભ્યો અને શહેરના નાગરિકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. આપણા પ્રયાસ છે કે, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે અભિયાન છેડ્યું છે અને દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અને હાઉસિંગ સોસાયટીમાં રહેતા અન્ય નાગરિકો સાથે દરરોજ પોતાના સ્વાસ્થ્ય માટે અડધો કલાક કાઢે અને વોકિંગ, રનીંગ કે કોઈપણ પ્રકારની ગેમમાં ભાગ લે, જેથી કરીને સ્વાસ્થ્ય સારું બની રહે. એક સ્વસ્થ નાગરિક દેશ નિર્માણમાં પોતાનો ફાળો આપી શકે અને હેલ્થી જીવન જીવીને સાર્થક જીવન અપનાવી શકે. એવા એક અભિગમથી આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અધિકારીઓ ઉપરાંત નિશા કુમારી જે માઉન્ટેનિયર છે અને સાથે સાથે શહેરના અન્ય જે વિવિધ સ્પોટ ના નિષ્ણાંતો જેમાં બાસ્કેટબોલ અને સ્વિમિંગમાં વડોદરા શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. એવા સ્પોર્ટ્સ આઇકોન પણ આ સાયકલ રેલીમાં ભાગ લીધો છે. શહેરના દરેક નાગરિકને અનુરોધ છે કે, આ મહા અભિયાનના સૌને અને પોતાના સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખે આજના અદ્યતન યુગમાં જે રીતે ટેકનોલોજી આપણા જીવનનો હિસ્સો બની ગઈ છે અને આપણા દરેક પ્રોફેશનલ લાઈફ કે ખાનગી જીવનમાં પણ આજે જે સ્ટ્રેસ અને જે હેલ્થને લગતા ઇસ્યુ છે એને ધ્યાનમાં રાખીને દરેકને આજે જરૂરી છે ફિટનેસ માટે બહાર નીકળીએ. ફિઝિકલી એક્ટિવ બનીએ અને પોતે પણ ધ્યાન રાખે તો કદાચ મેડિસિનથી દૂર રહી શકીએ. એક સફળ અને સુખી જીવન જીવવા માટે સફળતા મળશે.