Vadodara

પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી સાથે બનેલી ઘટનામાં DEOએ આપ્યા તપાસના આદેશ

વાઘોડિયા ટીપીઓ અને પોલીસ દ્વારા તપાસ શરૂ

અહેવાલ બાદ સત્ય હકીકત સામે આવશે,સ્કૂલ દોષી જણાશે તો કડક કાર્યવાહી કરાશે : મહેશ પાંડે

( પ્રતિનિધી )વડોદરા,તા.23

વાઘોડિયા તાલુકાની પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ સાત ના બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરારમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને નક્કી હુમલો કરી ચાકુ બતાવ્યું હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. ત્યારે આ મામલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીએ વાઘોડિયા ટીપીઓને તપાસના આદેશ આપ્યા છે. હાલ તપાસ અહેવાલની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જો શાળા સહેજ પણ દોષિત થાય છે, તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ સાત ના બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ કારણોસર તકરાર થઈ હતી. રિસેસના સમયે થયેલી આ ઝપાઝપીમાં એક વિદ્યાર્થીએ નખથી હુમલો કરીને બીજાને ચાકુ બતાવ્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી હતી. જ્યારે આ સમગ્ર મામલો વાઘોડિયા પોલીસ મથક ખાતે પહોંચ્યો છે. જ્યાં પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને લઈને તેના વાલીને તાત્કાલિક પોલીસ મથક ખાતે બોલાવ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ આ બાબત ધ્યાનમાં આવતા વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી એક્શનમાં આવ્યા હતા. સમગ્ર મામલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી એમ. આર.પાંડેએ જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું હતું કે પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ સાતમાં ભણતા બાળકો વચ્ચે ઝપાઝપી થઈ છે. જે ઘટનાની જાણ થતા તપાસના આદેશ ટીપીઓ વાઘોડિયાને આપી દીધેલા છે. ટીપીઓની ટીમ ત્યાં સ્કૂલમાં તપાસ માટે પણ ગઈ છે. તેમના તપાસ અહેવાલની રાહ આપણે જોઈ રહ્યા છે જો આ બાબતમાં શાળા સેજ પણ દોશી થાય છે તો સહેજ પણ સાંખી નહીં લેવાય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ દ્રષ્ટિએ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હોય એમ લાગે છે. આપણે તપાસ અહેવાલની રાહ જોઈ રહ્યા છે. તપાસ ટીમ અને પોલીસ પણ આ બાબતે તપાસ કરી રહી છે. એટલે તપાસ બાદ જે સત્ય હકીકત હશે એ બહાર આવશે. પ્રાથમિક અહેવાલ એવો છે કે કોઈ એવી ઘટના થઈ નથી. સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા છે. પરંતુ પણ કંઈ પણ કહેવું વહેલું છે. વાલીઓને વિનંતી છે કે આપ પણ પોતાના બાળકની સ્કૂલ બેગ એકાદ વખત ચેક કરે, જેથી બાળકની સલામતી જળવાય શિસ્તતા જળવાય અને કોઈ અનિચ્છનીય ઘટના બનતી હોય તો તેને રોકી શકાય.

Most Popular

To Top