Bodeli

બોડેલીના જબુગામ ખાતે ટાઈફોડ તથા વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા

બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં જબુગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. હાલ ચાલતી ચોમાસાની ઋતુને લઈ મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેને લઇ લોકો ખૂબ જ બીમાર પડતા જોવા મળ્યા છે. જેથી કરીને સરકારી તથા ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.વ

પ્રાપ્ત માહિતી અનુસાર જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શનિવાર ના દિવસે ૬૭ જેટલી ઓપીડી જોવામાં આવી હતી. જ્યારે ઓગસ્ટ મહિનાના જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટાઈફોડના કુલ ૩૫ કેસ નોંધાયા, મેલેરિયાનો ૧ કેસ નોંધવામાં આવ્યો, જ્યારે ડોક્ટરના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુ નો ૧ શંકાસ્પદ કેસ આવ્યો હતો. પરંતુ સારવાર અર્થે પરત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવ્યો ન હતો . બાળકોના ડોક્ટરના કહેવા અનુસાર શરદી ખાંસી તાવના કેસ બાળકોમાં પણ વધારે જોવા મળી રહ્યા છે.
શનિવારના રોજ ૨૦ જેટલા લોકોને એડમિટ કરી તેમને બોટલ ચઢાવવામાં આવ્યા હતા. વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ વધુ પડતા જોવા મળી રહ્યા છે , જેમાં શરદી ,ખાંસી, તાવ અને શરીર દુખવા જેવા લક્ષણો જોવા મળે છે . જેથી કરીને એમ કહી શકાય કે હાલ જબુગામ તથા તેની આસપાસના ગામોમાં રોગચાળો ફાટ્યો છે . જેથી કરીને મચ્છરોનો ઉપદ્રાવ ઘટે એ બાબતની તકેદારી રાખવી જોઈએ.

Most Popular

To Top