વિશ્વ બંધુત્વ દિવસ અને દાદી પ્રકાશમણિજીની ૧૮મી પુણ્યતિથિ નિમિત્તે એક લાખ રક્તદાનનો વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો સંકલ્પ
બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા દાદી પ્રકાશમણિજીની ૧૮મી પુણ્યતિથિના અવસરે સમગ્ર ભારતમાં અખિલ ભારતીય રક્તદાન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ દિવસે એક લાખથી વધુ રક્તદાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
સંસ્થાના રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ “સમાજ સેવા વિભાગ”ના સૌજન્યથી આ રાષ્ટ્રીય રક્તદાન ઝુંબેશ યોજાઈ રહી છે. સાચી આધ્યાત્મિકતા સેવા અને સહકાર શીખવે છે તે વિચાર સાથે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
અટલાદરા સેવા કેન્દ્રની સંચાલિકા બી.કે. ડૉ. અરુણાબહેને વડોદરા શહેરના નાગરિકોને મોટી સંખ્યામાં રક્તદાન કરવા વિનંતી કરી છે. વડોદરામા બધા બ્રહ્માકુમારીઝ ના સેવા કેન્દ્રોમાં આ અભિયાન હાથ ધરાશે. તેમણે ખાસ કરીને યુવાનોને આ પવિત્ર માનવસેવાના કાર્યમાં જોડાવા ભાવનાત્મક અપીલ કરી હતી.
આ રક્તદાન શિબિર 22 થી 25 ઓગસ્ટના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી સમગ્ર ભારતના ૬૦૦૦ જેટલા તમામ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રોમાં યોજાશે. કોઈપણ સમાજના લોકો નજીકના સેવા કેન્દ્રમાં જઈને રક્તદાન કરી શકે છે. સાથે જ, ફોન દ્વારા અથવા જાહેર કરાયેલ QR કોડ સ્કેન કરીને અગાઉથી નામ નોંધાવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. સંસ્થા તરફથી સમગ્ર સમાજના તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે આ અભિયાનમાં જોડાઈને માનવજીવન બચાવવાના પવિત્ર કાર્યમાં સહભાગી બનીએ.
આ કાર્યક્રમને વડોદરા ભાજપના પ્રમુખશ્રી જયપ્રકાશભાઈ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, કોર્પોરેટરો, તેજલ બેન અમીન અને શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટીઓ ઉદ્યોગપતિઓઆ કાર્યક્રમનું સવારે ૮:૦૦ કલાકે અટલાદરા સેવા કેન્દ્ર પર ઉદઘાટન કરી કાર્યક્રમને ખુલ્લો મુકશે.