Vadodara

વડોદરા : સગીરાની હત્યા કરવાના ગુનામાં 13 વર્ષથી ફરાર આરોપી યુપીથી ઝડપાયો

પોલીસ દ્વારા અગાઉ પણ બે આરોપીની ધરપક કરાઇ હતી

એલસીબી ઝોન-1ની ટીમે આરોપીને દબોચી ફતેગંજ પોલીસને સોંપ્યો

પ્રતિનિધિ વડોદરા તા.21
વર્ષ 2012માં સગીરાને મોતને ઘાટ ઉતરાવાના ગુનામાં 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉત્તરપ્રદેશના ઇટાવામાંથી એલસીબી ઝોન -1ની ટીમે ઝડપી પાડ્યો હતો. વડોદરા લાવ્યાં બાદ આરોપીને ફતેગંજ પોલીસને સુપ્રત કરાયો છે. અગાઉ બે આરોપીની પણ ધરપકડ કરાઇ હતી.
મધ્યપ્રદેશના ભીંડ ખાતે રહેતા વિશ્વનાથ યાદવ, રવિ યાદવ અને જિતેન્દ્ર યાદવ વડોદરામાં ભાડાના મકાનમાં રહેતા અને કલરકામ કરતા હતા. વર્ષ 2012માં વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા ખોડિયારનગર વિસ્તારમાંથી સગીર વયની દીકરી પોતાના ઘરે જઇ રહી હતી. ત્યારે આ ત્રણ પરપ્રાંતિયોએ સગીરાનું મોઢુ દબાવીને ખુલ્લા ખેતરમાં લઇ જઇને પેટમાં છરો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. દરમિયાન પોલીસે વિશ્વાનાથ તથા રવિ યાદવની ધરપકડ કરી લીધી હતી. જ્યારે જિતેન્દ્ર યાદવ નાસતો ફરતો હતો. દરમિયાન છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું હતું. જેથી એલસીબી ઝોન -1 ની ટીમ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે આરોપી જિતેન્દ્ર યાદવ ઉત્તરપ્રદેશના ઇટાવા ખાતે આવ્યો છે અને કૃષ્ણાપુરમ કોલોની લુહના મોહલ્લામાં રહે છે. જેથી એલસીબી ઝોન 1ની ટીમ બાતમી મુજબના સ્થળ પર પહોંચી ગઇ હતી અને 13 વર્ષથી મર્ડરના ગુનામાં ફરાર આરોપી જીતેન્દ્ર ઉર્ફે જતિ રામશંકર યાદવને ઝડપી પાડ્યો હતો. વડોદરા લાવ્યાં બાદ આરોપીને ફતેગંજ પોલીસને આગળની કાર્યવાહી માટે સુપરત કરવામાં આવ્યો છે.

Most Popular

To Top