Vadodara

વડૉદરા: રસ્તા પર કચરો નાખ્યો તો રેહજો દંડ માટે તૈયાર

પાલિકાનું કડક વલણ વોર્ડ નં. 4માં નિયમભંગ કરનારાઓ પાસેથી સ્થળ પર દંડ વસૂલાયો

શહેરની સુંદરતા અને સ્વાસ્થ્ય બગાડનારાઓ સામે હવે કાયમી કાર્યવાહી કરવામાં આવશે: પાલિકા તંત્ર

વડોદરા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને જાહેર સ્થળોએ સ્વચ્છ પર્યાવરણનું નિર્માણ થાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકો ખુલ્લેઆમ કચરો નાંખતા જોવા મળતા હોવાનાં બનાવોને ધ્યાનમાં રાખીને, હવે પાલિકાએ આવા નિયમભંગ કરનારા સામે કડક વલણ અપનાવ્યું છે.
આ અભિયાન અંતર્ગત વોર્ડ નં. 4માં ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર માર્ગો તથા ખુલ્લી જગ્યાઓ પર કચરો ફેંકી રહેલા કેટલાક નાગરિકો ઝડપાયા હતા. આ નાગરિકો પાસેથી પાલિકાએ સ્થળ પર જ દંડ વસૂલ્યો હતો. પાલિકા દ્વારા જણાવાયું કે, કચરો નાંખવાની આદત શહેરની સફાઈ તેમજ લોક આરોગ્ય બંને માટે હાનિકારક છે, તેથી હવે આવી બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

વડોદરા મહાનગરપાલિકાના સ્વચ્છતા વિભાગના અધિકારીઓએ જનતાને ચેતવણી આપી છે કે શહેરના કોઈપણ વિસ્તારોમાં કચરો નાંખતા ઝડપાતા નાગરિકો સામે દંડ વસૂલવાની સાથે-સાથે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ઘરની અંદરથી નીકળતો સૂકો અને ભીનો કચરો અલગ-અલગ રીતે નક્કી કરેલી જગ્યાએ જ આપવો જોઈએ. સ્વચ્છતા માત્ર પાલિકાની જ નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.

Most Popular

To Top