નિયમોની વિરુદ્ધમાં ચાલી રહેલા કામના કારણે નબળી ગુણવત્તાથી રસ્તાઓ ઝડપથી બગડે સાથે જાહેર નાણાંનો બગાડ થાય છે
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના વહીવટ અંગે વારંવાર ઉઠતી ગેરરીતિઓની ચર્ચા વચ્ચે ફરી એક વખત લોકચર્ચાનો વિષય બન્યો છે. શહેરમાં સતત વરસતા વરસાદી માહોલ વચ્ચે પણ પાલિકાનો ડામર પ્લાન્ટ કાર્યરત હોવાના દૃશ્યો સામે આવતાં નાગરિકો આશ્ચર્ય પામ્યા હતા.

વરસાદ દરમિયાન ડામર પાથરવાનું કામ નિયમો વિરુદ્ધ ગણાય છે. કારણ કે પાણી ડામર સાથે ભળી જતાં તેનો સંયોગ યોગ્ય રીતે નથી થતો અને રસ્તો નબળો રહી જાય છે. પરિણામે ડામર ચોંટતું નથી, થોડી જ વારમાં ખાડા પડી જાય છે અને રસ્તાની ગુણવત્તા ઝડપથી બગડી જાય છે.

આવી ગેરરીતિઓથી જાહેર નાણાંનો સીધો બગાડ થાય છે. “જ્યાં વરસાદી મોસમ પૂરી ન થઈ હોય ત્યાં રસ્તાનાં કામ શરૂ કરવાથી નાગરિકોને કોઇની જ ખોટ વેઠવી પડે છે અને કરોડો રૂપિયાં વેડફાઈ જાય છે,” તેમ નાગરિકોએ આક્ષેપ કર્યો.
મહાનગરપાલિકા તંત્ર સામે પ્રશ્નો ઊભા થયા. શું આ કામગીરી ઉપર મ્યુનિસિપલ કમિટશનર યોગ્ય તપાસ કરી પગલાં લેશે કે નહીં? કે પછી હંમેશાની જેમ લુલી કાર્યવાહી પૂરતી રહી જશે? આ પ્રકરણને પગલે ફરી એકવાર પાલિકા વહીવટની પારદર્શિતા સવાલો ઘેરાઈ છે. હવે જોવાનું એ રહેશે કે મ્યુનિસિપલ કમિશનર આ મુદ્દે કડક સ્થિતિ દાખવે છે કે નહીં.