જીએસટીના ચાર દરોને હટાવી લાવવામાં આવશે નવી સિસ્ટમ
બિહારના ડે.સીએમના નેતૃત્વમાં છ સભ્યોના મંત્રી જૂથે 5, 12, 18 અને 28 ટકાની હાલની ચાર-દર પ્રણાલીમાં ફેરફાર કરવાના પ્રસ્તાવને મંજૂરી

( પ્રતિનિધી )વડોદરા,તા.21
જીએસટી દરોને તર્કસંગત બનાવવા અંગે રાજ્યોના નાણામંત્રીઓના જૂથ (GoM) ની મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો. બેઠકમાં ટેક્સ સ્લેબને ઘટાડી 5 ટકા અને 18 ટકા કરવાના કેન્દ્રના પ્રસ્તાવ પર ચર્ચા થઈ, જેના પર GoM એ સહમતિ વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારે જીએસટીમાં મોટા પાયે ફેરફારનો પ્રસ્તાવ આપ્યો છે, જેમાં 12 ટકા અને 28 ટકાના સ્લેબને હટાવી માત્ર 5% અને 18% ટકાના દર રાખવાની વાત કહેવામાં આવી છે. આ સિવાય તમાકુ અને પાન મસાલા જેવા ગુડ્સ પર 40 ટકાનો વિશેષ દર લાગૂ કરી શકાય છે.
કેન્દ્ર સરકાર જીએસટીમાં ફેરફાર કરી સામાન્ય લોકો, ખેડૂતો, મધ્યમવર્ગ અને MSMEs ને રાહત આપવા ઈચ્છે છે. તે માટે સરકાર ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા ઈચ્છે છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના છ સભ્યોના મંત્રી જૂથે 5, 12, 18 અને 28 ટકાની હાલની ચાર-દર પ્રણાલીમાં ફેરફાર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે તેના સ્થાને ફક્ત બે દર લાગુ થશે. આવશ્યક ચીજવસ્તુઓ પર 5 ટકા અને સામાન્ય ચીજવસ્તુઓ પર 18 ટકા કર લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તે જ સમયે, તમાકુ જેવા કેટલાક હાનિકારક માલ પર 40% દર લાગુ થશે.નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટીના મામલા પર કહ્યું હતું કે દરોને તર્ક સંગત બનાવવાથી સામાન્ય જનતા, ખેડૂતો, મધ્યમ વર્ગ તથા શૂક્ષ્મ, લઘુ તથા મધમય ઉદ્યોગને રાહત મળશે. સાથે ેક સરળ અને પારદર્શી કરવ્યવસ્થાની ખાતરી થશે. મહત્વનું છે કે વર્તમાન સમયમાં પાંચ, 12, 18 અને 28 ટકાના દરે જીએસટી લગાવવામાં આવે છે. ખાદ્ય તથા જરૂરી વસ્તુઓ પર શૂન્ય કે પાંચ ટકા કર લાગે છે. તો મોજશોખ તથા વ્યસનની વસ્તુઓ પર 28 ટકાના દરે ટેક્સ લાગે છે.