વડોદરા મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે કે શહેર વિસ્તારમાં માંસ, મચ્છી અને ચિકનનો વેપાર નિર્ધારિત દિવસોમાં સંપૂર્ણપણે બંધ રહેશે. મહાનગરપાલિકા સંચાલિત કતલખાનું તા. 20 ઓગસ્ટ 2025, બુધવારથી લઈને તા. 28 ઓગસ્ટ 2025, ગુરુવાર સુધી, કુલ 9 દિવસ જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન બંધ રહેશે. ઉપરાંત તા. 6 સપ્ટેમ્બર 2025, શનિવારે દિગંબર જૈન સમાજની સંવત્સરી (અનંત ચતુર્દશી) નિમિત્તે પણ કતલખાનું બંધ રાખવામાં આવશે. મહાનગરપાલિકાએ આ સમયગાળા દરમ્યાન શહેરમાં માંસ, મચ્છી અને ચિકનનો વેપાર કરતા તમામ વેપારીઓને પોતાનો વ્યવસાય બંધ રાખવા સૂચના આપી છે. આમ કુલ 10 દિવસ સુધી વડોદરા શહેરમાં માંસ, મચ્છી અને ચિકનનો વેપાર નહિ થાય.