Charotar

ખેડા જિલ્લાને મળ્યા નવા પોલીસ અધિક્ષક: વિજય જે.પટેલની નિમણૂક

(પ્રતિનિધિ) નડિયાદ, તા. 18
ખગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યના આઈપીએસ (IPS) અને એસપીએસ (SPS) અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ આદેશમાં, ખેડા જિલ્લાના પોલીસ તંત્રમાં પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ નોટિફિકેશન મુજબ, હાલમાં ખેડા-નડિયાદના પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશ એચ. ગઢિયા, આઈપીએસ (GJ:2017), ની બદલી સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક તરીકે કરવામાં આવી છે. તેમની જગ્યાએ, સાબરકાંઠાના પોલીસ અધિક્ષક વિજય જે. પટેલ, આઈપીએસ (GJ:2017), ની નિમણૂક ખેડા-નડિયાદના પોલીસ અધિક્ષક તરીકે કરવામાં આવી છે. આ બદલી જાહેર હિતમાં તાત્કાલિક અસરથી કરવામાં આવી છે. શ્રી વિજય જે. પટેલ હવે ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની જવાબદારી સંભાળશે. આ પહેલાં, તેઓ સાબરકાંઠાના પોલીસ અધિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા હતા. આ બદલીથી ખેડા જિલ્લાના પોલીસ તંત્રમાં નવા નેતૃત્વ હેઠળ કામગીરી જોવા મળશે.

Most Popular

To Top