લાયકાતમાં છૂટછાટ ન અમલાતાં સરકારી નોકરીથી વંચિત વડોદરા કલેક્ટરને આવેદનપત્ર
વડોદરા: વડોદરા સરકારની વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરિક્ષાઓમાં અનુસૂચિત જન જાતિના ઉમેદવારોને કાયદેસર મળવાપાત્ર છૂટછાટો (ઉંમર, ફી તેમજ લાયકાતમાં રાહત) યોગ્ય રીતે લાગુ ન થતાં, આદિવાસી સમાજના યુવાનો સાથે ગંભીર અન્યાય થઈ રહ્યો છે. તેના વિરોધમાં આજે વડોદરાના યુવાનો નિકુલ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
શિક્ષણ છતાં રોજગારીથી વંચિત નિકુલ પટેલે જણાવ્યું હતું કે, “આદિવાસી સમાજના ઘણા યુવાનો ઉચ્ચ અભ્યાસ સુધી પહોંચે છે, છતાં ભરતીમાં કાયદેસર મળવાપાત્ર હક્ક ન મળતા સરકારી નોકરીની તક ચૂકી રહ્યાં છે. આ પરિસ્થિતિ અસમાનતા વધધતી જઈ રહી છે.”
ન્યાય અપાવવાની આશા
યુવાનોના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને વિનંતી કરી હતી કે આ મુદ્દે તાત્કાલિક રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવે અને જરૂરી સુધારાઓ અમલમાં આવે.
આ પ્રસંગે સમાજના અનેક યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકમત થઈ ઘોષણા કરી હતી કે જો તેમની સાથેનો અન્યાય યથાવત્ રેહે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.
આવેદનમાં મુખ્ય મુદ્દા
૧)અનુસૂચિત જન જાતિના ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં કાયદેસર મળવાપાત્ર છૂટછાટ તાત્કાલિક અમલમાં લાવવામાં આવે.
૨)અરજીફી તથા ઉંમરમાં રાહત અંગે ભરતી વિભાગે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ.
૩)પુનરાવર્તિત ગેરસમજ દૂર કરવા સરકારએ સર્વિસ કમિશન સ્તરે કડક અમલવારી કરવી જરૂરી.