ભાજપાની સ્થાપના 1980 માં થયા બાદ દેશમાં કમળના નિશાન પર પ્રથમ ચૂંટણી જીતાડવાનું શ્રેય ભૂતકાળમાં વડોદરા શહેર ભાજપના નેતૃત્વ તથા વોર્ડ સ્તરે સેવા આપનાર વોર્ડ પ્રમુખોને જાય છે.

15મી ઓગસ્ટ દેશમાટે સેવા તથા બલિદાન આપનાર સૈનિકોના ને યાદ કરી સન્માન આપવામાં આવે છે તેવીજ રીતે શહેર ભાજપાના અધ્યક્ષ શ્રી ડૉ. જય પ્રકાશભાઈ સોની ના માર્ગદર્શન હેઠળ પાર્ટીના નિષ્ઠાવાન અને વફાદાર સૈનિક રૂપી પૂર્વ વોર્ડ પ્રમુખોનું કાર્યાલય ખાતે શાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં ઉપસ્થિત પૂર્વ વોર્ડ પ્રમુખો નું સન્માન કરતા શહેર ભાજપ અધ્યક્ષ શ્રી ડૉ. જય પ્રકાશભાઈ સોની એ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડોદરા ભૂતકાળમાં કોંગ્રેસનો ગઢ હતો. તેવા સમયે સંઘર્ષ અને લોકઆંદોલનો કરી ભાજપા ને ઘેર ઘેર પહોંચાડી સત્તા સ્થાને પહોંચાડવા બદલ પૂર્વ વોર્ડ પ્રમુખો એ આપેલ તન મન ધન ના બલિદાનની પ્રશંસા કરી હતી. આપણા માટે
“”વ્યક્તિ સે બડા દલ” ” “”દલ સે બડા દેશ “”
જીવનનો સંકલ્પ છે ત્યારે
આવનાર સમયમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આપણે સૌ ભેગા મળી ભાજપાને મજબૂત બનાવવા યોગદાન આપવા આહવાન કર્યું હતું.