વરસાદી માહોલમાં બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધ્યું :
અન્ય વાહનચાલકો મદદે આવી પહોંચ્યા,કાર કાઢવાની કવાયત હાથ ધરાઈ :
( પ્રતિનિધી )વડોદરા,તા.17
વડોદરાના લાલબાગ બ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. એક તરફ વરસાદી માહોલ હોવાથી રાત્રી દરમિયાન મોટા વાહનોની હેડ લાઈટ પડતા સામેથી આવતા અન્ય વાહનોને રસ્તો બરાબર નહીં દેખા નહીં દેતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પર સાંજના સમયે અકસ્માતની ઘટના બની હતી. ડિવાઈડર નહીં દેખાતા એક કાર ચાલકે પોતાની કાર ડિવાઈડર પર ચઢાવી દીધી હતી.અકસ્માત બાદ વરસાદી માહોલમાં બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધ્યું હતું. સામેથી આવેલી બસની હાઈબીમ લાઈટના કારણે ડિવાઈડર ન દેખાયું ન હતું. જ્યારે અકસ્માતને પગલે અન્ય વાહનની મદદથી કાર કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી.

કાર ચાલકે જણાવ્યું હતું કે અમે સીધા જઈ રહ્યા હતા. અચાનક સામેથી બસ આવી એની લાઈટ એટલી ફૂલ હતી કે જેના કારણે નજર ના પડી. જેના કારણે જ્યાંથી ડિવાઈડર શરૂ થાય છે. જે દેખાયું જ નહીં અને ડિવાઈડર પર કાર ચડી ગઈ હતી. અન્ય વાહનચાલકો એકત્ર થઈ ગયા હતા. જેમણે કારને ડિવાઈડર પરથી બહાર કાઢવા મદદ કરી હતી.