
આજે દેશના 79 મા સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાટર્સ ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર ની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામા આવ્યું હતું સાથે જ પોલીસ જવાનો દ્વારા પરેડનુ આયોજન કરાયું હતું. પોલીસ બેન્ડ સાથે પરેડ આકર્ષણ જમાવ્યું હતું.આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે 79મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ શહેરમાં પોલીસ દ્વારા પ્રશંસનીય અને નિષ્ઠાથી કામગીરી કરી મહદઅંશે ગુનાઓ અને ગુનેગારો પર અંકુશ આવી હોવાનું જણાવ્યું હતું.