બ્રહ્માકુમારી અટલાદરા ખાતે આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓના સંગમ સાથે જન્માષ્ટમીનો તહેવાર ધામધામ થી ઉજવાશે.
વડોદરા: બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્ર ખાતે આ વર્ષે આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓના સંગમ સાથે જન્માષ્ટમીનો તહેવાર આધ્યાત્મિકતા, ભક્તિ અને સાંસ્કૃતિક ઝલક સાથે ઉજવાશે. જન્માષ્ટમીના શુભ પ્રસંગે સાંજે ૫ થી ૮ વાગા સુધી બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્ર ખાતે સંગીત સંધ્યા સાથે જન્માષ્ટમીનું આધ્યાત્મિક રહસ્ય, રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો અને મટકી ફોડ જેવી ઉજવણી કરાશે. આ પ્રસંગે આકોટ વિસ્તારના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ ઉપસ્થિત રહી સૌને શુભકામનાઓ પાઠવશે.
સેવા કેન્દ્ર સંચાલક બી.કે. ડૉ. અરુણા બહેન જણાવે છે કે “સાચી જન્માષ્ટમી એ ત્યારે થાય છે, જ્યારે આપણે શરીરના ખોટા અહંકારને તોડી આત્મજ્ઞાનનું માખણ મેળવીએ અને તેને સૌ સાથે વહેંચીએ. આ જ કૃષ્ણ લીલાનું સાચું આધ્યાત્મિક રહસ્ય છે.” આ પ્રસંગે સૌ નાગરીકોને પધારવા આમત્રણ છે.