દીકરાના પાડોશી યુવતી સાથે સંબંધ હોય તેના પરિવારે જાહેરમાં ગાળો આપતા મહિલા ડિપ્રેશનમાં સરી પડી
અભયમની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા તેણી ફરીવાર આવુ નહી કરી શાંતિથી રહેવા ખાતરી આપી
પ્રતિનિધિ વડોદરા તા.14
વડોદરા જિલ્લના પોર ગામ પાસે આવેલી સોસાયટીમાં રહેતી મહિલાના પુત્રના પાડોશીની દીકરી સાથે પ્રેમ સંબંધ હતા. જેથી યુવતીના પરિવારને જાણ થઇ જતા યુવતીની માતાને બોલાવી તેમની સાથે ઝઘડો કર્યો હતો અને સોસાયટીની વચ્ચે તેમને બીભત્સ ગાળો ભાંડી હતી. જેથી મહિલાને લાગી આવતા તેણી ડિપ્રેશનમાં જતી રહી હતી અને જમવાનું પણ બંધ કરી દીધુ હતુ. જેથી મહિલાના પતિએ અભયમનો સંપર્ક કર્યો હતો. જેથી અભયમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા તેણી પોતાને નુક્સાન નહી કરે અને શાંતિથી રહેશે તેવી ખાતરી આપી હતી.
વડોદરા જિલ્લાના પોર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી મહિલાનં 181ની ટીમ ઘટના સ્થળે પહોંચી પીડીશ મહિલાનો કાઉન્સિલિંગ માટે પીડિત મહિલા સાથે વાતચીત કરતા કઈજ બોલતા ન હતા અને રડીયા કરતા હતા. જેથી મહિલાને પહેલા તો આશ્વાસન આપી તેમને શાંત પાડયા હતા અને અઠવાડિયાથી જમવાનું પણ જમતા ન હોય સમજાવીને નાસ્તો કરાવ્યો હતો. ત્યારબાદ પીડિત મહિલા ધીરે ધીરે કરતા જણાવ્યું હતું કે મારો 20 વર્ષનો દીકરો છે તેના પાડોશી બેનની દીકરી સાથે પ્રેમ સંબંધ છે જેની જાણ થતા આ બાબતે વાતચીત કરવા પાડોશીબેન મને મનફાવે તેમ ગાળો આખી સોસાયટી વચ્ચે ભાંડી હતી. જાહેરમાં થયેલી બદનામી પીડિત મહિલાના મગજમાં બેસી ગઇ અને આ બાબત મનમાં લઈ લેતા છેલ્લા 15 દિવસથી ડિપ્રેશનમાં જતી રહી હતી. તેઓ જમવાનું પણ ન જમતા અને ઘરમાં કંઈ પણ સાર સંભાળ રાખતા ન હતા. બાળકો પર પણ ધ્યાન ના આપતા હોય તેમના પતિએ અભયમ ની મદદ લીધી હતી.અભયમની ટીમે આથી પીડિત મહિલાને કાઉન્સિલિંગ કરી વ્યક્તિગત તથા સમજાવ્યાં હતા કે ઝઘડા તો ચાલતા હોય પરિવાર ફેમિલીમાં તમે નાની નાની બાબતે આ રીતે મનમાં લઇ લેશે તો તમારુ ફેમિલી ડિસ્ટર્બ થશે તમે પોતે પણ બીમાર રહેશો ઘરનું ધ્યાન નહીં અપાય તમારી દીકરી હજુ નાની છે, એનું ધ્યાન નહીં આપો તો દીકરીનું ધ્યાન કોણ આપશે. જેથી પીડિત મહિલાએ સદમા થી બહાર આવી બાહેધરી આવી પોતાની જાતને નુકસાન નહિ કરે તથા શાંતિથી ઘરમાં રહેશે તેવી ખાતરી આપી હતી.