એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ફેકલ્ટી ડીનને રજૂઆત
બાયોમેટ્રિક એટેન્ડન્સ હટાવવામાં નહિ આવે તો લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સાથે મોટા પાયે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
( પ્રતિનિધી )વડોદરા,તા.14
એમ.એસ.યુનિવર્સીટીમાં બાર કાઉન્સિલ દ્વારા હવેથી લો ફેકલ્ટીઓમાં બાયોમેટ્રિકની રીતે હાજરી લેવામાં આવશે. જેને લઈને યુનિવર્સીટીના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી બાયોમેટ્રિક અટેન્ડેન્સ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમને લઈ વિદ્યાર્થી સંગઠન એનએસયુવાય દ્વારા પ્રમુખ અમર વાઘેલા ની આગેવાનીમાં સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન સાથે ફેકલ્ટી દિન ને રજૂઆત કરવામાં આવી હતી, અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, આરીતે હાજરી લેવાથી બાર કાઉન્સિલના સીધો ઇસારો યુનિવર્સિટીના સતાધીસો પર ઉઠે છે. શું બાર કાઉન્સિલને એમએસયુના સત્તાધીશો અને વિદ્યાર્થીઓ પર ભરોસો નથી ? વર્ષોથી લો ફેકલ્ટીમાં પ્રોફેસરો દ્વારા જ હાજરી લેવાતી હતી અને આજે લો ફેકલ્ટી એ જ સારા આવ વકીલો તેમજ જજો દેશને આપ્યા છે. અને બાર કાઉન્સિલ આ રીતનો નિયમ લાવીને યુનિવર્સિટી પર પ્રશ્નો ઉભા કરી રહ્યું છે. જે એનએસયુઆઈ ચલાવી લેશે નહીં. આ મુદ્દે એનએસયુઆઈ આવનારા સમયમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ હટાવશે નહીં તો લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સાથે ખુબ મોટા પાયે આંદોલન કરશે. જ્યારે આ મામલે લો ફેકલ્ટીના ડીન અર્ચના ગાડેકરે જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલના નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. અને તેના નિયમ પ્રમાણે જ એટેન્ડન્સ લેવામાં આવી રહી છે.